ભારતીય મૂળના ડૉક્ટર અમીશ શાહે એરિઝોનાથી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાથમિક ચૂંટણી જીતી છે. આ સાથે તેમને નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં એરિઝોનાથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારના પડકારનો સામનો કરવો પડશે. ૪૭ વર્ષીય અમીશ શાહના મુખ્ય પ્રતિસ્પર્ધી આન્દ્રે ચેર્નીએ ગુરુવારે પોતાની હાર સ્વીકારી લીધી હતી, ત્યારબાદ એરિઝોનાથી ભારતીય મૂળના ડૉક્ટરની ઉમેદવારી કન્ફર્મ થઈ ગઈ હતી.
અમીશ શાહ અગાઉ રાજ્યના નીચલા ગૃહના સભ્ય પણ રહી ચૂક્યા છે. પ્રાથમિક ચૂંટણીમાં શાહને ૧૬૨૯ મત મળ્યા, જે કુલ મતના ૨૩.૪ ટકા છે. શાહના મુખ્ય હરીફ ચેર્નીને ૨૧.૪ ટકા મતોથી સંતોષ માનવો પડ્યો હતો. શાહ અને ચેર્ની ઉપરાંત, ભૂતપૂર્વ ન્યૂઝ એક્ધર માર્લેન ગેલેન વુડ્સ, ઓર્થોડોન્ટિસ્ટ એન્ડૂ હોર્ન, અમેરિકન રેડ ક્રોસના ભૂતપૂર્વ પ્રાદેશિક સીઈઓ કર્ટ ક્રોમર અને ઇન્વેસ્ટમેન્ટ બેક્ધર કોનોર ઓ’કલાઘન પણ એરિઝોનાથી ડેમોક્રેટિક પ્રાથમિક ચૂંટણીમાં મેદાનમાં હતા.
નવેમ્બરમાં યોજાનારી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની નીચલા ગૃહની ચૂંટણીમાં શાહનો મુકાબલો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડેવિડ સ્વીકર્ટ સાથે થશે. નોંધનીય છે કે સ્વેકર્ટ સાતમી વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને તેમણે મંગળવારે યોજાયેલી રિપબ્લિકન પાર્ટીની પ્રાઈમરી સરળતાથી જીતી લીધી હતી. ૨૦૨૨ની ચૂંટણીમાં, સ્કીવર્ટે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જેવિન હોજને હરાવ્યા હતા.