ભારતીય કૃષિ ક્ષેત્ર માટે બજેટ કેટલું સપોર્ટિંગ રહ્યું

ભારતીય કૃષિ ક્ષેત્ર માટે બજેટ કેટલું સપોર્ટિંગ રહ્યું

સરકાર પાસે ૩ વર્ષમાં ખેડૂતો અને તેમની જમીનોના કવરેજ માટે કૃષિમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અમલીકરણને સરળ બનાવવાની યોજના છે. આ ઉપરાંત દેશભરના ૧ કરોડ ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિગ શરૂ કરાવવાની પણ યોજના છે. વધુમાં ખેડૂતો પર આબોહવા સ્થિતિસ્થાપક જાતો વિક્સાવવા અને નવી ઉચ્ચ ઉપજ આપતા બીજની વાવણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની દરખાસ્ત પણ કરવામાં આવે છે.

કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ફાળવણી વચગાળાના બજેટના સ્તરોથી ૧૯ ટકા વધારીને ૧.૫૨ લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. ગ્રામીણ વિકાસ માટે ફાળવણી રૂ. ૨.૬૫ લાખ કરોડ છે, જે નાણાકીય વર્ષ ૨૪ માં રૂ. ૨.૩૮ લાખ કરોડ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાને ફાળવણી, સસ્તું આવાસની સુવિધા માટે ક્રેડિટ-લિંક્ડ સબસિડી યોજના અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, એક માર્ગ વિકાસ પહેલ,ને આગળ વધારવામાં આવી છે. આ વધુ ફાળવણીએ ગ્રામીણ વિસ્તારોમાં પ્રવૃત્તિને વેગ આપવો જોઈએ અને લોકોની આવકને ટેકો આપવો જોઈએ.

અપેક્ષા અનુસાર ખાતર સબસિડીની ફાળવણી રૂ. ૧.૬૪ લાખ કરોડના વચગાળાના બજેટ સ્તરે જાળવવામાં આવે છે. સબસિડીનું સ્તર હ્લરૂ૨૩માં રૂ. ૨.૫ લાખ કરોડ અને રૂ૨૪માં રૂ. ૧.૯ લાખ કરોડથી ઘટી ગયું છે. આ હદ સુધી ખાતર ઉત્પાદનનો ઈનપુટ ખર્ચ વધી શકે છે. પ્રધાનમંત્રી ક્સિાન સન્માન નિધિ (પીએમ-ક્સિાન) ખેડૂતો માટે આવક સહાયતા યોજનામાં વધારાની અપેક્ષાથી વિપરીત, સરકારે બજેટરી ફાળવણી રૂ. ૬૦,૦૦૦ કરોડની જાળવી રાખી હતી.

આત્મનિર્ભર ભારતને કેન્દ્રમાં રાખીને, સરકારે જાહેરાત કરી કે તે કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગને મજબૂત બનાવશે. હાલમાં ભારત ખાદ્ય તેલ અને કઠોળની આયાત પર ખૂબ નિર્ભર છે. ભંડોળનો મોટો હિસ્સો કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગમાં સુધારો કરવા તરફ નિર્દેશિત કરવામાં આવશે. જે આવકારદાયક પગલું છે.

આ પગલાથી આ પાકોના ઉત્પાદન હેઠળનો વિસ્તાર વધારવામાં અને પ્રતિ હેક્ટર પાકની ઉપજમાં સુધારો કરવામાં મદદ મળશે. જ્યારે આયાતને અંકુશમાં રાખવામાં મદદ મળશે. ઈચ્છિત પરિણામ મેળવવા રાજ્ય સરકારોએ સંપૂર્ણ રીતે તેમનો સહકાર આપવો પડશે.

ભારત મોટા જથ્થામાં અનાજનું ઉત્પાદન કરે છે. ઘણીવાર પ્રકૃતિના સંસાધનો (ડાંગરના કિસ્સામાં ભૂગર્ભ જળ સંસાધનો)નું શોષણ કરે છે. નીતિઓ, જેમ કે લઘુત્તમ ટેકાના ભાવ, મફત વીજળી અને સબસિડીયુક્ત ખાતર, પાણી, ખેડૂતોને તેમની પાકની પદ્ધતિ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. ખેડૂતોને નવા પાક સાથે પ્રયોગ કરવામાં મદદ કરવા માટે પાક વૈવિધ્યકરણ ને પ્રોત્સાહન આપવા માટે સરકાર સંચાલિત યોજના પ્રસ્તાવિત કરવામાં આવી છે. ખેડૂતોને વધુ નફાકારક પાકો તરફ વળવા પ્રોત્સાહિત કરવા માટે સરકારે પાક વૈવિધ્યકરણ યોજનાના ભાગ રૂપે ડાંગર સિવાયના અન્ય પાકો રોપવા માટે પ્રતિ એકર રૂ.૭,૦૦૦ ઓફર કરીને પંજાબના ખેડૂતોને ટેકો આપવાની યોજના જાહેર કરી છે. ટકાઉ અને વધુ નફાકારક પાકો અપનાવવા માટે અન્ય રાજ્યોમાં ખેડૂતોને સમાન સહાય પૂરી પાડવામાં આવી જોઈએ.