લંડન, ભારતીય મૂળના બિઝનેસમેન ગોપીચંદ હિંદુજાએ બ્રિટનમાં જાહેર થયેલી ધનિકોની યાદીમાં નવો રેકોર્ડ કર્યો છે. તેઓ સતત છઠ્ઠીવાર યુનાઈટેડ કિંગડમના સૌથી ધનવાન શખ્સ તરીકે પસંદગી પામ્યા છે.
યુનાઈટેડ કિંગડમની રિચ લિસ્ટ અનુસાર નવા ધનિકોની લિસ્ટમાં હિંદુજા ટોચ પર છે. તેમની સંપત્તિ વર્ષ-૨૦૨૪માં આશરે ૨.૧૯૬ બિલિયન પાઉન્ડથી વધી ૩૭.૧૯૬ બિલિયન પાઉન્ડ થઈ છે. ગોપીચંદ હિંદુજા બ્રિટનના પ્રતિષ્ઠિત હિંદુજા ગૃપના ચેરમેન છે. તેઓએ વર્ષ-૧૯૫૯માં મુંઈબમાં ફેમિલી બિઝનેસમાં જોડાઈને કરિયરનો પ્રારંભ કર્યો હતો.
મળતી માહિતી મુજબ ધનિકોની યાદીમાં યુનાઈટેડ કિંગડમના એક હજાર સૌથી ધનવાન વ્યક્તિઓના પરિવારોને તેમની કુલ સંપત્તિના આધાર પર રેંક આપવામાં આવી છે. આ સતત છઠ્ઠું વર્ષ છે કે જ્યારે હિંદુજા પરિવારને બ્રિટનમાં સૌથી ધનિક નોમિનેટેડ કર્યા છે. આ દરમિયાન બ્રિટિશ અમેરિકી બિઝનેસમેન અને પરોપકારી લિયોનાર્ડ બ્લાવતનિક ધનિકોના લિસ્ટમાં બીજું સ્થાન મેળવ્યું છે. તેમની સંપત્તિ ૬૨૧ મિલિયન પાઉન્ડથી વધીને ૨૯.૨૪૬ બિલિયન પાઉન્ડ થઈ ગઈ છે