
મુંબઇ, ભારતીય ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે કહ્યું કે, તે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ૬ જૂને કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં કુવૈત સામે રમશે.ભારતના ફુટબોલ આઈકોન સુનીલ છેત્રીએ ઈન્ટરનેશનલ ફુટબોલથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. સુનીલ છેત્રી ૬ જૂનથી કુવૈત વિરુદ્ધ પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમશે. સુનીલ છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી આ જાણકારી આપી છે. વીડિયોમાં તેમણે પોતાની સફર પર વાત કરી છે અને કહ્યું કે, હવે નવા લોકોને તક આપવાનો સમય આવી ગયો છે. ૩૯ વર્ષના સુનીલ છેત્રીએ ભારત માટે અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે.
સુનીલ છેત્રી ભારતીય ફુટબોલનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે દેશ માટે ૧૫૦ મેચમાં ૯૪ ગોલ કર્યા છે. ઈન્ટરનેશનલ ગોલસ્કોરરના લીસ્ટમાં તે ચોથા સ્થાન પર છે. સંન્યાસની વાત કરતા તેમણે પોતાના ફુટબોલ કારકિર્દી વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું આજે પણ મને યાદ છે જ્યારે મે મારી પહેલી મેચ રમી હતી. મેં ક્યારે વિચાર્યું પણ ન હતું કે, હું દેશ માટે આટલી મેચ રમી શકીશ. તેમણે આગળ કહ્યું જ્યારે તેમણે સંન્યાસ લેવાની જાહેરાત કરી તો તેમણે સૌથી પહેલા પોતાના માતા-પિતાને આ વિશે વાત કરી હતી.
સુનીલ છેત્રીએ ૧૨ જૂન ૨૦૦૫ના રોજ ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતુ. તેમણે પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. આ મેચમાં તેમણે પોતાનો પહેલો ઈન્ટરનેશનલ ગોલ પણ કર્યો હતો. છેત્રીએ પોતાના શાનદાર કરિયરમાં ૬ એઆઇએફએફ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમણે ૨૦૧૧માં અર્જુન એવોર્ડ અને ૨૦૧૯માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
કુવૈત અને ક્તર વિરુદ્ધ ફીફા વર્લ્ડકપ ૨૦૧૬ અને એએફસી એશિયાઈ કપ ૨૦૨૭ માટે ક્વોલિફિકેશનના બીજા તબક્કાની મેચ માટે હાલમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ ગ્રુપ એની પોતાની છેલ્લી ૨ મેચમાં ૬ જૂનના રોજ કોલકાતા વિરુદ્ધ રમ્યા બાદ ૧૧ જૂનના રોજ ક્તરનો સામનો કરશે.