અગરતલા, કર્ણાટકના અનુભવી ઓપનર અને કેપ્ટન મયંક અગ્રવાલ જ્યારે સોમવારે રણજી ટ્રોફીની મેચ રમીને અગરતલાથી પાછો ફરી રહ્યો હતો ત્યારે એરપોર્ટ પર લાઈટમાં ચડતી વખતે તેની તબિયત બગડી ગઈ. તેના મોંઢા અને ગળામાં તકલીફ થવા લાગી હતી. તેને તરત અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરાયો. મયંકને હાલ જો કે કોઈ જોખમ નથી અને તેની સ્થિતિ પહેલા કરતા સારી છે. મળતી માહિતી મુજબ મયંકે પાણી સમજીને એક બોટલથી એસિડ જેવો કોઈ પદાર્થ પી લીધો હતો.
ઈન્ડિગો તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ અગરતલાથી દિલ્હી માટે ઉડાણ ભરનારી ઈન્ડિગોની લાઈટ નંબર ૬ઈ૫૧૭૭ એ વિમાનમાં એક ઈમરજન્સી મેડિકલ સ્થિતિને કરાણે મૂળ સ્થાન પર પાછા ફરવું પડ્યું. મુસાફરને ઉતારી દેવાયો અને આગળ ચિકિત્સા મદદ માટે હોસ્પિટલ લઈ જવાયો. વિમાને સાંજે ૪.૨૦ વાગે ફરીથી ઉડાણ ભરી.
ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના કાર્યકારી સચિવ વાસુદેવ ચક્રવર્તીએ મયંક અંગે અપડેટ આપી છે. તેમણે કહ્યું કે મને ફોન આવ્યો કે મયંક અગ્રવાલને ઈમરજન્સીમાં દાખલ કરાયો છે. મયંકે એક બોટલમાંથી પાણી સમજીની કઈક પી લીધુ અને ત્યારબાદ તેને સોજા મહેસૂસ થયા. આ કઈક એસિડ જેવું હતું. હોસ્પિટલ પહોંચીને જોયું તો તેનો ચહેરો સૂજી ગયો હતો અને તે બોલી શક્તો નહતો.
રિપોર્ટ મુજબ મયંકને અગરતલાથી બપોરે ૨.૩૦ વાગે લાઈટ પકડવાની હતી. તે લાઈટ બોર્ડ પણ કરી ચૂક્યો હતો. તે વખતે તેને ગળામાં કઈક સમસ્યા લાગી.ત્યારબાદ મયંકને લાઈટમાંથી નીચે ઉતારાયો અને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લઈ જવાયો. તે આઈસીયુમાં દાખલ હતો. હાલ તે સારવાર હેઠળ છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. મયંકે હાલમાં ત્રિપુરા વિરુદ્ધ અગરતલામાં મેચ રમી. જે ૨૬ જાન્યુઆરીથી શરૂ થઈ હતી. આ મેચમાં મયંકે ૫૧ અને ૧૭ રન કર્યા હતા. તેની ટીમ કર્ણાટક ૨૯ રનથી જીતી હતી.
૩૨ વર્ષના મયંકે ભારત માટે ૨૧ ટેસ્ટ રમી છે. તે સોમવારે કર્ણાટક ટીમનો કેપ્ટન છે. હાલ તે આઉટ ઓફ ડેન્જર છે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (કેએસસીએ)ના એક અધિકારીએ જણાવ્યું કે એક હોસ્પિટલમાં નિગરાણી હેઠળ છે અને ડોક્ટરો પાસેથી અપડેટ મળ્યા બાદ અમે તેને પાછા બેંગ્લુરુ લઈ જઈશું.