ભારતીય ઓટો કંપનીઓ ટૂંક સમયમાં ૧૦૦ ટકા ઇથેનોલ ઉપર ચાલતા વાહનો બનાવશે,નીતિન ગડકરી

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતીય ઓટો કંપનીઓ ટૂંક સમયમાં દેશમાં ૧૦૦ ટકા ઈથેનોલથી ચાલતી કાર અને ટુ-વ્હીલરનું ઉત્પાદન કરશે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવીને દેશભરમાં વેચવામાં આવી રહ્યું છે. ઉપરાંત, તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઓટોમેર્ક્સ ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. જેના કારણે પેટ્રોલ અને ઇથેનોલ બંને પર કાર ચલાવી શકાય છે.

કેન્દ્રીય મંત્રી સંસદમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન પર ચાલતી કારમાં આવ્યા હતાં સુત્રોના જણાવ્યા અનુસાર, ગડકરીએ કહ્યું કે તે વિશ્ર્વનું પ્રથમ વાહન છે જેમાં ફ્લેક્સ એન્જિન છે અને તે યુરો ૬ ઉત્સર્જન ધોરણોનું પાલન કરે છે. તે ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન આપે છે. શેરડીના રસ, ગોળ અને મકાઈમાંથી ઉત્પાદિત ઇથેનોલ પર ચાલે છે, ગડકરીએ જણાવ્યું હતું.

ટોયોટાએ અગાઉ ઓગસ્ટ ૨૦૨૩માં ભારતમાં ઇનોવા હાઇક્રોસનું ફ્લેક્સ-ફ્યુઅલ પ્રોપેલ્ડ વર્ઝન રજૂ કર્યું હતું. જે હજુ સુધી દેશમાં મોટા પાયે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. જો કે, તે એક તકનીકી પ્રદર્શન હતું જે જાપાની કાર ઉત્પાદકની ફ્લેક્સ-ઇંધણ વાહનો બનાવવાની ક્ષમતા દર્શાવે છે. આ એમપીવી દાવો કરે છે કે તે તેના કુલ અંતરના ૪૦ ટકા ઇથેનોલ પર અને બાકીનું ૬૦ ટકા ઇલેક્ટ્રીક પર પેટ્રોલ એન્જિન બંધ સાથે આવરી લેવામાં સક્ષમ છે.

તાજેતરમાં, ટોયોટાએ જાહેરાત કરી હતી કે તે સ્થાનિક સ્તરે ફ્લેક્સ-ફ્યુઅલ કારનું ઉત્પાદન કરવા ભારતમાં પ્લાન્ટ સ્થાપશે. આ ઉત્પાદન સુવિધા ૨૦,૦૦૦ કરોડના રોકાણ સાથે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થાપિત કરવામાં આવશે. ગડકરીએ ખુલાસો કર્યો છે કે ટાટા મોટર્સ અને સુઝુકી પણ ૧૦૦ ટકા ઇથેનોલ અથવા ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનવાળા વાહનો બનાવવા પર કામ કરી રહી છે.

માત્ર પેસેન્જર વ્હીકલ સેક્ટરમાં જ નહીં, પરંતુ ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં પણ બજાજ ઓટો, ટીવીએસ અને હીરો મોટોકોર્પ જેવી ઓટો કંપનીઓ ફ્લેક્સ -ફ્યુઅલ એન્જિન પર ચાલતી મોટરસાઇકલ અને સ્કૂટર બનાવી રહી છે. ગડકરીએ કહ્યું, અન્ય ઉત્પાદકો પણ ફ્લેક્સ એન્જિન રજૂ કરવા પર કામ કરી રહ્યા છે. પેટ્રોલ પંપની જેમ, અમારા ખેડૂતો પાસે હવે ઇથેનોલ પંપ હશે. અમારી પાસે રૂ. ૧૬ લાખ કરોડની આયાત છે. આવા વાહનોથી પ્રદૂષણ ઘટશે, ખર્ચમાં બચત થશે અને ખેડૂતોને ફાયદો થશે. ..આ વાહન ૧૦૦% ઇથેનોલ પર ચાલે છે…

ફ્લેક્સ -ઇંધણ વાહનો આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલેથી જ રજૂ કરવામાં આવ્યા છે. અને ટોયોટાએ ૨૦૨૨માં તેની કોરોલાનું લેક્સ-ફ્યુઅલ વર્ઝન લોન્ચ કર્યું હતું. પરંતુ હવે ભારત બીએસ વીઆઇ ઉત્સર્જન ધોરણોને અનુરૂપ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. આ વિશે બોલતાં ગડકરીએ કહ્યું કે ઇથેનોલ ઉદ્યોગ ખેડૂતો માટે વરદાન છે. ઇથેનોલની વધતી માંગ ભારતના કૃષિ અર્થતંત્રમાં નવો બદલાવ લાવશે. ગડકરીએ કહ્યું, ફ્લેક્સ કાર ખેડૂતો માટે વરદાન સાબિત થશે. ઇથેનોલ સ્વદેશી છે અને ખેડૂતો તેના તમામ લાભો મેળવશે. પેટ્રોલ પંપ જેવા ઇથેનોલ પંપ હશે.