ભારતીય અર્થવ્યવસ્થા પર સુનિયોજિત હુમલો

ભારતીય અર્થવ્યવસ્થા પર સુનિયોજિત હુમલો

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ૩ જાન્યુઆરીએ પોતાના એ નિર્ણય પર પુનવચારની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો, જેમાં હિંડનબર્ગ રિપોર્ટની એસઆઇટી કે સીબીઆઇ તપાસને ફગાવી દેવામાં આવી હતી. તેના થોડા દિવસ પહેલાં મૂડી બજાર નિયામક ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ એટલે કે સેબીએ ભારતીય અર્થવ્યવસ્થાને આઘાત પહોંચાડતા એક સુનિયોજિત ષડયંત્રને ઉજાગર કરતાં ૨૬ જૂન, ૨૦૨૪ના રોજ અમેરિકી શોર્ટ સેલર હિંડનબર્ગને કારણદર્શક નોટિસ જારી કરી.

ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપને નિશાનો બનાવતા હિંડનબર્ગ રિપોર્ટને કારણે ભારતીય શેર બજારમાં ભારે હલચલ મચી હતી. કેટલાય વિપક્ષી દળોએ તેને રાજકીય મુદ્દો પણ બનાવ્યો. હવે એ રિપોર્ટની સચ્ચાઈ સામે આવતી જાય છે એટલે ષડયંત્રનાં પડળો ખૂલી રહ્યાં છે. જોકે રિપોર્ટના થોડા સમય બાદ જ તેની સત્યતા પર શંકા પેદા થવા લાગી હતી અને બજાર સુધરીને આગળ વધવા લાગી. આ જ કારણ છે કે સેન્સેક્સ આ સમયે ૮૦,૦૦૦ના આંકને આંબી ગયો છે. સેન્સેક્સમાં આ તેજી ભારતની વિકાસ ગાથાની અદમ્ય ભાવનાને પ્રદશત કરે છે. જોકે આ તેજી વચ્ચે આપણે હિંડનબર્ગની અસલિયત પણ ખોલવી પડશે, જેથી ભવિષ્યમાં તેના પ્રત્યે સચેત રહી શકાય અને વિદેશી તાકાતો આપણી પ્રગતિમાં અવરોધ પેદા કરવામાં સફળ ન થઈ શકે.

એ કોઈથી છૂપું નથી કે હિંડનબર્ગ રિપોર્ટ ભારતની વિકાસગાથા પર જાણીજોઈને કરવામાં આવેલ હુમલો હતો. આ રિપોર્ટને આથક પારદશતા સાથે કોઈ લેવાદેવા ન હતી. સેબીની નોટિસે હિંડનબર્ગ રિસર્ચ અને કિંગડન કેપિટલ મેનેજમેન્ટની ગંદી ચાલોને ઉજાગર કરી છે, જેમણે બિનજાહેર જાણકારીનો ઉપયોગ કરીને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એટલે કે એઇએલના શેરોને શોર્ટ-સેલ કરવા માટે મિલીભગત કરી.

શોર્ટ સેલિંગ ત્યારે થાય છે, જ્યારે કોઈ રોકાણકાર એ શેરને વેચે છે, જે તેણે ખરીદ્યા નથી હોતા અને તેની સિલકમાં નથી હોતા. હિંડનબર્ગ રિપોર્ટમાં કેટલાય નિરાધાર આરોપ અને ભ્રામક નિવેદન હતા. આ રિપોર્ટ ભારતના આથક વિકાસ અને મૂડી નિર્માણની કરોડરજ્જુને નિશાનો બનાવીને ભારતીય મૂડી બજારમાં દહેશત ફેલાવવાનો સ્પષ્ટ પ્રયાસ હતો. તેને કારણે અદાણી સમૂહના ૧૦ લીસ્ટેડ શેરોમાં ભારે ઘટાડો થઈ ગયો. હિંડનબર્ગ રિપોર્ટ જારી થવાના ચાર અઠવાડિયામાં મૂડી બજારમાંથી લગભગ ૧૫૦ અબજ ડોલર (લગભગ ૧૨.૫ લાખ કરોડ રૂપિયા) સ્વાહા થઈ ગયા. આ રોકાણકારોની સંપત્તિ અને બજારની સ્થિરતા પર સીધો પ્રહાર હતો.

હિંડનબર્ગના આરોપોથી વધેલી દહેશતે અનિશ્ચિતતાનો માહોલ પણ ઊભો કર્યો, જેનાથી રોકાણકારો હતોત્સાહિત થઈ ગયા. જાન્યુઆરીથી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય ઇક્વિટી બજારોમાંથી લગભગ ૩૪,૦૦૦ કરોડ રૂપિયા કાઢી લીધા. વિદેશી મૂડીનું આ પલાયન સીધી રીતે હિંડનબર્ગ રિપોર્ટ દ્વારા પેદા કરવામાં આવેલ ભયને કારણે થયું, જેને વિપક્ષ દ્વારા સરકાર પર સતત હુમલાઓથી ઓર ઉત્તેજન મળ્યું.

એ માનવાનાં ઘણાં કારણો છે કે ઉપરોક્ત રિપોર્ટ હિંડનબર્ગના અંગત લાભના એજન્ડાથી ઓતપ્રોત હતો. સેબીની નોટિસથી એક ચોંકાવનારી જાણકારી એ સામે આવી કે હિંડનબર્ગે પોતાની દુર્ભાવનાપૂર્ણ રિપોર્ટની એક અગ્રીમ નકલ ન્યૂયોર્કના હેજ ફંડ મેનેજર માર્ક કિંગડનને રિલીઝ કરવાના મહિનાઓ પહેલાં આપી હતી. આ ગુપ્ત સહયોગમાં હિંડનબર્ગ અને માર્ક કિંગડન વચ્ચે નફો વહેંચવાની સમજૂતી પણ સામેલ હતી. બિનજાહેર જાણકારીના માધ્યમથી કિંગડને અદાણી સમૂહના બજાર મૂલ્યમાં મહત્ત્વપૂર્ણ ઘટાડાનો લાભ ઉઠાવ્યો અને ઇનસાઇડર ટ્રેડિંગ એટલે કે ભેદી કારોબારના માયમથી હિંડનબર્ગ અને પોતાના માટે ૨.૨ કરોડ ડોલર એટલે કે લગભગ ૧૮૪ કરોડ રૂપિાયથી વધારેનો નફો ઉસેટી લીધો. આવી હેરફેર તેમની છેતરપિંડી દર્શાવે છે અને તેમની કથિત શોધમાં વિશ્વસનીયતા ને ખતમ કરી દે છે.