ઇન્ડિયન આર્મીની 6 માસની ટ્રેનિંગ પુરી કરીને પોતાના માદરે વતન આવતા ઘોડા ગામના આર્મીનું વેજલપુર ખાતે ભવ્ય સ્વાગત

કાલોલ, કાલોલ તાલુકાના ઘોડા (ભાદરોલી ખુર્દ) ગામનો એક નવ યુવાન ચૌહાણ દેવેન્દ્રસિંહ વિજય સિંહ જેઓ ભારતીય સેનાની 6 માસની સખત ટ્રેનિંગ પુરી કરીને પોતાના માદરે વતન આવ્યા હતા. ત્યારે તેઓનું વેજલપુર ખાતે પરિવાર સહિત મોટી સંખ્યામાં ગામજનો અને મિત્રો સહિત તેમજ વેજલપુર ગામના લોકો એ આવકાર્યા હતા. ત્યારે બાદ તેઓનું ફૂલોના હાર પેહરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વેજલપુર થી ઘોડા (ભાદરોલી ખુર્દ) ડીજેમાં દેશ ભક્તિ સંગીતના ગીતો સાથે શોભા યાત્રા નીકળી હતી. ત્યારે આ શોભા યાત્રામાં ઘોડા ગામના ખુબજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહી વેજલપુર થી ઘોડા (ભાદરોલી ખુર્દ) ગામે જવા માટે મોટી સંખ્યામાં શોભા યાત્રા નીકળી હતી.