ચીન સાથે તણાવ વચ્ચે ભારતે રશિયા સાથે કરી ઘાતક રાઈફલોની ડીલ ભારતમાં બનશે AK-૨૦૩ રાઇફલ: રશિયા સાથે મહત્વ પૂર્ણ સમજૂતી

ભારત અને રશિયા વચ્ચે AK ૨૦૩ રાઈફલની ખરીદી માટે ડીલ થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથસિંહ મોસ્કો પ્રવાસ દરમિયાન આ ડીલ પર મહોર લાગી ગઈ છે. AK ૨૦૩ રાઈફલ AK-૪૭નું એડવાન્સ્ડ વર્ઝન છે. ભારતીય સેનાને ૭ લાખ ૭૦ હજાર છ ૨૦૩ રાઈફલની જરૂરિયાત છે. જેમાંથી એક લાખ છ ૨૦૩ રાઈફલો રશિયાથી આયાત કરાશે.

છેલ્લા ૭૦ વર્ષથી એકે ૪૭ એટલે કે ઓટોમેટિ Kalashnikov દુનિયાનું સૌથી જાણીતુ હથિયાર છે. એકે સીરિઝની રાઈફલો ચલાવવામાં સરળ છે અને તેને તૈયાર અને ફાયર કરવામાં ખુબ જ ઓછો સમય લાગે છે તથા સેંકડો મીટર દુર સુધી તેની ગોળીઓ ઘાતક હુમલો કરી શકે છે.

Kalashnikov રાઈફલનું નિશાન અચૂક હોય છે અને અટક્યા વગર સતત ફાયિંરગ કરવાની કાબેલિયતના કારણે દરેક સૈનિકનું ભરોસાપાત્ર હથિયાર બને છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં પણ ભારતીય સુરક્ષાદળોની પહેલી પસંદ એકે ૪૭ રાઈફલ રહી છે. ભારતીય સેનાના એન્ટી ટેરર ફોર્સ રાષ્ટ્રીય રાઈફલ્સના ઝંડામાં પણ એકે ૪૭ને જગ્યા અપાઈ છે.
ભારતીય સેનાઓને વધુ ઘાતક બનાવવા માટે હવે નવા હથિયારોથી લેસ કરવામાં આવી રહી છે. આ માટે ૪૭ રાઈફલોને રિપ્લેસ કરીને વધુ આધુનિક ૨૦૩ રાઈફલ આપવા પર કામ ચાલુ છે.

Kalashnikov કંપનીના ટેક્નોલોજી વિશેષજ્ઞ મિખાઈલ જણાવે છે કે આ રાઈફલ પહેલા કરતા વધુ આધુનિક અને નવા જમાના પ્રમાણે બનાવવામાં આવેલી રાઈફલ છે. AK -૨૦૩ રાઈફલ પર પહેલાની AK-૪૭ રાઈફલોની જેમ ભરોસો થઈ શકે છે. ખુબ જ જરૂરી હોય છે કે એક સૈનિક પોતાના હથિયાર પર સંપૂર્ણ ભરોસો કરી શકે.