ઇન્ડિયા ગઠબંધને ભાજપને ટક્કર, ૪૦૦ પારનું સૂત્ર સાર્થક કરવામાં ભાજપ નિષ્ફળ

આ વખતની લોકસભાની ચુંટણીમાં ભાજપે ૪૦૦ને પાર કરવાનો નારો મોદી સરકારે આપ્યો હતો અને શરૂઆતમાં આ નારો સાચો પડશે તેવું વાગતુ હતું જોકે પરિણામ બાદ ઇન્ડિયા ગઠબંધને ભાજપને ટકકર આપી છે. અને ભાજપને ૩૦૦ પાર કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી છે. ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડયો અત્યાર સુધીના આંકડાઓ મુજબ યુપીમાં ૮૦ બેઠકોમાંથી ભાજપ માત્ર ૩૭ બેઠકો સુધી જ સીમિત જણાય છે.

સપાને ૩૩ અને કોંગ્રેસને ૭ બેઠકો મળતી જોવા મળી રહી છે. ૨૦૧૪માં ભાજપે ૭૧ બેઠકો જીતી હતી, જ્યારે ૨૦૧૯માં ૬૨ બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે આ રાજ્યમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.આ વખતે મહારાષ્ટ્રની ૪૮ સીટોમાંથી એનડીએને અત્યાર સુધી માત્ર ૧૮ સીટ પર જ મળી છે. મતગણતરી ચાલુ છે. વલણો દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં ૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએને ૨૯ બેઠકો મળશે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએને માત્ર ૫ બેઠકો મળી હતી, એક બેઠક એઆઈએમઆઈએમ અને વીબીએના જોડાણ દ્વારા જીતવામાં આવી હતી અને એક બેઠક અપક્ષ ઉમેદવાર નવનીત રાણાએ જીતી હતી. જેઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા.

રાજસ્થાનમાં લોક્સભાની ૨૫માંથી ૧૪ બેઠકો પર ભાજપ આગળ છે. કોંગ્રેસ ૮ બેઠકો પર આગળ છે, જો કે છેલ્લી બે ચૂંટણીની સરખામણીમાં ભાજપને અહીં ૧૧ બેઠકોનું નુક્સાન જોવા મળી રહ્યું છે.