રાજકોટ,
સૌરાષ્ટ્ર યુનિવસટી પેપર લીક કેસમાં હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે યુનિવસટીના પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લેવાની શરૂઆત કરી છે. યુનિવસટીના કુલપતિએ આક્ષેપ કર્યો હતો કે મ્.ર્ઝ્રંસ્ અને મ્મ્છનું પેપર એચ.એન.શુક્લ કૉલેજમાંથી ફૂટ્યું હતું. જેને લઈ યુનિવસટીએ એચ.એન.શુક્લ કૉલેજના કર્મચારી જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ પુરાવા એકત્ર કર્યા બાદ તેની ધરપકડ કરે તેવી શક્યતા છે, તો બીજીતરફ એચ.એન.શુક્લ કૉલેજના સંચાલક અને કોર્પોરેટર નેહલ શુક્લએ કૉલેજ પરના તમામ આરોપો ફગાવી દીધા હતા.
સૌરાષ્ટ્ર યુનિવસટીના બીબીએ-બી.કોમના પેપર લીક કૌભાંડમાં હવે એચ.એન.શુક્લ કોલેજના ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિવસટીના સત્તાધીશો આમને સામને આવી ગયા છે. એચ.એન.શુક્લ કોલેજના ટ્રસ્ટી નેહલ શુક્લએ યુનિવસટીના સત્તાધીશો પર ગંભીર આરોપ મૂક્યા છે. નેહલ શુક્લએ આક્ષેપ કર્યો છે કે યુનિવસટીના સત્તાધીશોએ જ પેપર લીક કર્યા છે.
એચ.એન.શુક્લ કોલેજ પાસેથી યુનિવસટીમાં વીડીયો રેકોડગ સાથે પેપર લઇ જવાયા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે સિન્ડીકેટની મંજૂરી વિના નિયમ વિરુદ્ધ પ્રશ્ર્નપત્ર રિસીવીંગ સેન્ટરને ફાળવાયા હતા. એટલું જ નહીં રૂપિયાના ભાગ પાડી પેપર લીક કરાયાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. નેહલ શુક્લએ ઈન્ચાર્જ કુલપતિ ગીરીશ ભીમાણી પર આરોપ મૂક્યો છે કે તેમણે પરીક્ષા વિભાગને ખોખલું કરવાનું કામ કર્યું છે અને પરીક્ષા વિભાગને માત્ર પરિણામ પુરતો સિમીત કરી નાખ્યો છે. નેહલ શુક્લનો દાવો છે કે એચ.એન. શુક્લ કોલેજને બદનામ કરવાનું ષડયંત્ર છે. નેહલ શુક્લ ઇન્ચાર્જ કુલપતિ સામે રૂ.૬ કરોડ અને રજીસ્ટ્રાર સામે રૂપિયા ૫ કરોડના બદનક્ષીનો દાવો કરશે.
સૌરાષ્ટ્ર યુનિવસટીના પેપરલીક કાંડમાં આખરે ૧૧૧ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે ૧૨ ઓક્ટોબરના રોજ મ્મ્છ અને બી.કોમના રોજ પેપર ફૂટ્યું હતું. બંને પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. યુનિવસટીના રજીસ્ટ્રારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જીગર ભટ્ટ એચ.એન.શુક્લ કૉલેજનો કર્મચારી છે. આ જ કૉલેજમાંથી પેપર ફૂટ્યું હતું. આ કૉલેજ ભાજપના કોર્પોરેટર અને આગેવાન નેહલ શુક્લની છે. જેના પર આરોપ છે તે જીગર ભટ્ટ કોર્પોરેટર નેહલનો અંગત મદદનીશ પણ છે. જોકે નેહલ શુક્લ પોતાની કૉલેજમાંથી પેપર ન ફૂટ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરી રાખીને આ આક્ષેપ લગાડવામાં આવ્યા છે.