ઈમરાન ખાને જેલમાંથી જ ખોલી પાકિસ્તાન ક્રિકેટ ટીમની પોલ

ઈમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઇમરાને પાકિસ્તાનની સિનિયર ટીમના વર્તમાન નિરાશાજનક પ્રદર્શન વિશે ખુલીને વાત કરી અને તેના માટે ટીમ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે.

અઢી વર્ષ પહેલા આ ટીમે ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે આગળ લખ્યું, પ્રથમ વખત ટી ૨૦ વર્લ્ડકપમાં ટોપ ચાર અથવા ટોપ આઠમાં સ્થાન મેળવી શક્યા નહોતા અને ગઈકાલે (૨૫ ઓગસ્ટ) અમને બાંગ્લાદેશ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વિશ્ર્વમાં પાકિસ્તાન ક્રિકેટની ફજેતી થઈ રહી છે. માત્ર અઢી વર્ષ પહેલા આ ટીમે ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. આ અઢી વર્ષમાં શું થયું કે આપણે બાંગ્લાદેશ સામે ૧૦ વિકેટે હારી ગયા? આ સમગ્ર ઘટાડા માટે માત્ર એક જ બોર્ડ જવાબદાર છે.

૧૯૯૨માં પાકિસ્તાનને વર્લ્ડકપ જીતાડનાર ઈમરાન ખાને અગાઉ પીસીબીના અયક્ષ મોહસિન નકવી પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. નકવી ફેબ્રુઆરી ૨૦૨૪માં પીસીબીના અયક્ષ બન્યા હતા અને તેમની પાસે પાકિસ્તાન સરકારમાં ગૃહ મંત્રીનું પદ પણ છે. પાકિસ્તાને ટેસ્ટ ફોર્મેટમાં બાંગ્લાદેશ સામે પ્રથમ જીત નોંધાવી હતી

ઉલ્લેખનીય છે કે રાવલપિંડીમાં બાંગ્લાદેશના હાથે પાકિસ્તાનને ૧૦ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ફોર્મેટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની આ પ્રથમ જીત હતી. આ હાર બાદ પાકિસ્તાનનું ટીમ મેનેજમેન્ટ શંકાના દાયરામાં આવી ગયું છે.