ઇસ્લામાબાદ,પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ બળવાખોર વલણ દાખવી રહી છે. વાસ્તવમાં, પીટીઆઈએ મુખ્યમંત્રીની ચૂંટણી માટે પંજાબ વિધાનસભાનું સમાંતર સત્ર બોલાવવાની યોજના બનાવી છે. આ સમાંતર સત્રમાં સીએમ, સ્પીકર અને ડેપ્યુટી સીએમની પસંદગી કરવામાં આવશે. નોંધનીય છે કે મરિયમ નવાઝ પંજાબ એસેમ્બલીમાં સીએમ તરીકે ચૂંટાયા છે, પરંતુ પીટીઆઈનો દાવો છે કે મરિયમ નવાઝ ’ચોરાયેલા જનાદેશ’ સાથે સીએમ બની છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતા મરિયમ નવાઝે પંજાબની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનીને ઈતિહાસ રચ્યો છે. પંજાબ વિધાનસભામાં ૩૨૭ સીટો છે અને સીએમ બનવા માટે અડધા એટલે કે ૧૮૭ વોટની જરૂર હતી. મરિયમ નવાઝને ૨૨૦ વોટ મળ્યા હતા. મરિયમ નવાઝે પીટીઆઇ સમર્થિત સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલના ઉમેદવાર રાણા આફતાબને હરાવ્યા હતા. સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલના સભ્યોએ વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો, જેના કારણે રાણા આફતાબને એક પણ મત મળ્યો ન હતો.
હવે પીટીઆઈએ પંજાબ એસેમ્બલીનું સમાંતર સત્ર બોલાવવાની યોજના બનાવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિધાનસભાના ૨૫૦ સભ્યો હાજરી આપી શકે છે. પીટીઆઈના નેતા શૌક્ત બસરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે મરિયમ નવાઝ સહિત પંજાબ એસેમ્બલીના અડધાથી વધુ સભ્યો ચોરાયેલા જનાદેશ સાથે વિધાનસભા પહોંચ્યા છે. શૌક્ત બસરાએ દાવો કર્યો હતો કે મરિયમ નવાઝ પીટીઆઈ સમર્થિત ઉમેદવાર મેહર શરાફત સામે હારી રહી હતી, પરંતુ બાદમાં વિજયી બની હતી. પીટીઆઈ નેતાએ દાવો કર્યો હતો કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ દેશમાં અરાજક્તાનું કારણ બની શકે છે.
કોંગ્રેસ અને તેના ડાબેરી સાથી પક્ષોની એક જ પ્રાથમિક્તા છે અને તે છે તેમના પરિવારને પ્રોત્સાહન આપવું. તેમના માટે ભારતીયોના કલ્યાણ કરતાં પરિવારનું કલ્યાણ વધુ મહત્વનું છે. દરેક વ્યક્તિ જાણે છે કે એલડીએફ અને યુડીએફએ કેરળમાં શિક્ષણ પ્રણાલી બનાવી છે અને દરેક વ્યક્તિ જાણે છે કે રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્રીજા કાર્યકાળમાં અમે કેરળની શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે કામ કરીશું, જે ગરીબ અને મયમ વર્ગને મદદ કરી શકે.