- સમર્થકોએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર અને લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન પર હુમલો કર્યો.
ઇસ્લામાબાદ,પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. ધરપકડ બાદ ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને અનેક શહેરોમાં તોડફોડ અને આગચંપી જેવા કૃત્યો કર્યા છે. સમર્થકોએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર અને લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન પર હુમલો કર્યો.
ઈમરાન ખાનની ધરપકડ બાદ તરત જ સમગ્ર પાકિસ્તાનમાં આગામી ૩૦ દિવસ માટે કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. શાળા-કોલેજ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. દેશભરમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ઈમરાન ખાનની ગઈકાલે એટલે કે મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ બુધવારે સવારે પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના ઘરને આગ ચાંપી દીધી હતી. પોલીસની ગાડી સળગાવી. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આજે યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ઘણા શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવી છે પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ મુજબ લાહોર, પેશાવર, કરાચી, ગિલગિટ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તે જ સમયે, ડોનના સમાચાર અનુસાર, મંગળવારે પ્રદર્શન દરમિયાન ઇસ્લામાબાદમાં ૫ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.વિરોધીઓ લાહોર કેન્ટમાં કોર્પ્સ કમાન્ડર હાઉસ અને રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં પણ પ્રવેશ્યા હતા, જ્યાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. હેડક્વાર્ટરની અંદર પાળેલા સફેદ મોર અને અન્ય વસ્તુઓની લૂંટ કરી હતી.પાકિસ્તાનના રાવલપિંડીમાં સેનાએ ઈમરાનના સમર્થકો પર ગોળીબાર કર્યો છે. દરમિયાન બ્રિટને એડવાઈઝરી ચાલુ રાખી છે અને લોકોને સલામત સ્થળોએ રહેવા કહ્યું છે. સમગ્ર પાકિસ્તાનમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આમ છતાં ઈમરાનના સમર્થકો બેકાબૂ બની ગયા છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈ સમર્થકોએ આઈએસઆઈ ઓફિસનો ઘેરાવ કર્યો હતો. તેના પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ક્વેટામાં સેનાના બે વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. મિયાંવાલી એરબેઝની બહાર આગ લાગી છે. એક વિમાન પણ બળી ગયું છે. પેશાવરમાં રેડિયો પાકિસ્તાનમાં આગ લાગી છે. પાકિસ્તાનના રાવલપિંડીમાં સેનાએ ઈમરાનના સમર્થકો પર ગોળીબાર કર્યો છે. દરમિયાન બ્રિટને એડવાઈઝરી ચાલુ રાખી છે અને લોકોને સલામત સ્થળોએ રહેવા કહ્યું છે. સમગ્ર પાકિસ્તાનમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આમ છતાં ઈમરાનના સમર્થકો બેકાબૂ બની ગયા છે.
ઈમરાનની ધરપકડ બાદ તરત જ પીટીઆઈના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવિધ સ્થળોએ આગચંપી અને તોડફોડ શરૂ કરી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર દેશમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. આ પછી પ્રદર્શન અટક્યું નહીં.