ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈમરાન ખાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એક રેલી દરમિયાન ઈમરાન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં તેને પગમાં પણ ગોળી વાગી હતી, ત્યારબાદ ઈમરાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ખતરામાંથી બહાર આવી ગયો છે, પરંતુ આ હુમલા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જોખમમાં છે. આખી દુનિયામાં તેમનું અપમાન પણ થઈ રહ્યું છે અને એશિયા કપ ૨૦૨૩ની યજમાની માટે તેમનું અપમાન થઈ રહ્યું છે. એશિયા કપ ૨૦૨૩ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો. ફરી એકવાર પાકિસ્તાનની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
ક્રિકેટ ચાહકો હવે માંગ કરી રહ્યા છે કે, પાકિસ્તાન બિલકુલ સુરક્ષિત નથી, એટલા માટે એશિયા કપ ૨૦૨૩ ને ન્યુટ્રલ વેન્યુ પર શિટ કરવું જોઈએ. યુઝર્સનું કહેવું છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પોતાના દેશમાં સુરક્ષિત નથી અને તેઓ કહી રહ્યા છે કે એશિયા કપ માટે ભારતીય ટીમે પાકિસ્તાનની મુલાકાત લેવી જોઈએ. તે એક મોટી મજાક છે.
ઈમરાન ખાન પરના હુમલાથી પાકિસ્તાન ક્રિકેટને પણ મોટો ફટકો પડી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પર થયેલા હુમલા બાદથી વિશ્ર્વની નજરમાં પોતાને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને તેને સાબિત કરવામાં વર્ષો લાગ્યા છે.
થોડા સમય પહેલા પાકિસ્તાની ક્રિક્ટની વાપસી થઈ છે. વેસ્ટઈન્ડિઝ,ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ટીમએ પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ધીમે-ધીમે પાટા પર આવી રહ્યું છે પરંતુ આ વચ્ચે પૂર્વ વડાપ્રધાન પર થયેલા હુમલાથી તેના પર ખતરો મંડરાઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ચાહકોએ એશિયા કપ ૨૦૨૩ ન્યુટ્રલ વેન્યુ પર કરવાની વાત પર જોર આપ્યું છે. આ પહેલા બીસીસીઆઈ સચિવ જય શાહે કેટલાક દિવસ પહેલા કહ્યું હતું કે, ભારતીય ટીમ હાલમાં એશિયા કપ ૨૦૨૩ રમવા માટે પાકિસ્તાન જશે નહિ. તેમણે કહ્યું કે, ભારત પાકિસ્તાનની સાથે ટુર્નામેન્ટ ન્યુટ્રલ વેન્યુ પર જ રમશે. જય શાહના આ નિવેદનથી પાકિસ્તાન ગુસ્સે થયું હતુ.