ઈનામદારે રાજીનામું પરત લીધું, કેતનભાઈ માણસ છે નારાજ થઈ શકે. પક્ષમાં કોને લેવા એ પક્ષ નક્કી કરશે,ભાજપ પ્રમુખ

ગાંધીનગર, કેતન ઈનામદારના રાજીનામા બાદ ભાજપમાં દોડધામ મચી છે. વડોદરામાં ચાલી રહેલા નારાજગીના દોરને ખાળવા માટે ગાંધીનગરમાં સી.આર.પાટીલે પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી. તો સાવલીના ધારાસભ્યને મનાવવા માટે પ્રયાસો શરૂ થયા છે. લોક્સભા ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કેતન ઈનામદારના રાજીનામાની વાત સાંભળી ભડક્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, પક્ષમાં કોને લેવા અને કોને નહિ તે ધારાસભ્ય નહિ નક્કી કરે.

કેતન ઈનામદારના રાજીનામા બાદ મનામણાનો દોર ચાલી રહ્યો છે. હકુભા જાડેજા અને રાજુ પાઠકે કેતન ઈનામદાર સાથે બેઠક કરી રહ્યાં છે. બંધબારણે બેઠક કર્યા બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતાં . તેઓ ગાંધીનગરમાં સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી અને છેવટે ઇનામદાર પાર્ટીમાં રહેશે અને વડોદરાની બેઠક પર ભાજપના ઉમેદવારની જીતમાં કામ કરશે કેતન ઈનામદાર હાલ માની ગયા છે કેતન ઈનામદારના રાજીનામા બાદ પાટીલની પ્રતિક્રિયા આવી છે. સીઆર પાટીલે કહ્યું કે, કેતન ઈનામદાર માનેલા જ છે. પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. કેતનભાઈ માણસ છે નારાજ થઈ શકે. પક્ષમાં કોને લેવા એ પક્ષ નક્કી કરશે.

કેતન ઈનામદારના સમર્થનમાં સાવરથી અનેક રાજીનામા પડ્યા છે. સાવલીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોનું રાજીનામું આપ્યુ છે. સાવલી પાલિકાના સભ્યો,એપીએમસીના હોદ્દેદારોનું રાજીનામું ધર્યુ છે. કેતન ઈનામદારના સમજાવવા છતા સમર્થકો રાજીનામા માટે મક્કમ છે. સાવલી તાલુકા ભાજપના યુવા મોરચાના તમામ સભ્યોએ પણ રાજીનામા આપ્યા. સાવલી નગરપાલિકાના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, સાવલી તાલુકા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું છે. આ વિશે કેતન ઈનામદારના ભાઈ સંદીપ ઈનામદારે કહ્યું કે, અમે તમામ લોકો કેતન ઈનામદાર સાથે છે.

કેતન ઈનામદારના રાજીનામા પર કોંગ્રેસના નેતા અમી રાવતે કહ્યું કે ચૂંટણી સમયે આ પ્રકારે રાજીનામાથી આશ્ચર્ય થાય. ભાજપના કાર્યર્ક્તાઓ બંધબારણે ગૂંગળામણ અનુભવે છે. કાર્યર્ક્તાઓની ગૂંગળામણ ક્યારે ઉભરાશે તે જોવાનું બાકી હતું. આ તો શરૂઆત છે, આગળ ભાજપમાં વધુ ડેમેજ થશે. કોંગ્રેસના વિપક્ષ નેતા અમી રાવતે કહ્યું કે, મને આશ્ર્ચર્ય થાય છે કે ચૂંટણી સમયે આ પ્રકારે રાજીનામાં પડી રહ્યા છે. ભાજપના કાર્યર્ક્તાઓને બંધ બારણે ગુંગળામણ સાંભળી છે પણ આજે જોઈ પણ લીધી. કાર્યર્ક્તાઓને ગુંગળામણ હતી તે સાંભળી હતી અને ક્યારે ઉભરાશે તે જોવાનું બાકી હતું. જ્યોતિબેન પંડ્યા બાદ કેતન ઇનામદારે રાજીનામું આપતા રોષ જોવા મળ્યો. ડીડીસીબીઆઈનો ઉપયોગ કરે બીજા પક્ષોના કાર્યર્ક્તાઓને તોડી લાવવા. તેમજ નવા કાર્યર્ક્તાઓને સન્માન કરી વર્ષોથી જૂના કાર્યર્ક્તાઓનો અવગણના કરવી. નીતિનભાઈ જેવા વર્ષોથી પાર્ટીમાં સેવા કરીને પોતાની યોગદાન આપ્યું છે. તેઓને પોતાનું કેન્ડિડેટ વીડ્રો કરવું પડે મહેસાણાથી છતાં વિરોધ નથી કરી શક્તા તે કેટલું યોગ્ય. પાર્ટીના નેતાઓ સાથે જ અન્યાય થાય તો ક્યાં રજૂઆત કરે. હજી તો આ શરૂઆત છે આગળ આગળ જુઓ ભાજપ પાર્ટી કેટલી ડેમેજ થશે.