
નવીદિલ્હી, વિશ્ર્વના ટોચના ૨૦ સૌથી અમીર લોકોમાંથી ૧૫ની નેટવર્થમાં ઘટાડો થયો હતો. સૌથી મોટો આંચકો વિશ્ર્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કને લાગ્યો છે. એક જ વારમાં તેણે ૫૪,૨૦૬ કરોડ પિયા ગુમાવ્યા.વિશ્ર્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કને સાહના પહેલા દિવસે મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે તેની ઇલેકિટ્રક વાહન મેન્યુફેકચરિંગ કંપની ટેસ્લાના શેરમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો હતો.આના કારણે મસ્કની નેટવર્થમાં ૬.૪૧ અબજ ડોલર એટલે કે લગભગ . ૫૪,૨૦૬ કરોડનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી, મસ્કની નેટવર્થ હવે ૨૪૩ બિલિયન ડોલર છે. આ વર્ષે તેની નેટવર્થ ૧૦૬ બિલિયન વધી છે.
વિશ્ર્વના ટોચના ૨૦ સૌથી અમીર લોકોમાંથી ૧૫ની નેટવર્થમાં ઘટાડો થયો હતો. જેમાં ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે.દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર સોમવારે ૦.૯૮ ટકાના ઘટાડા સાથે બધં થયો હતો. આ કારણે કંપનીના ચેરમેન અંબાણીની નેટવર્થમાં ૧.૦૫ બિલિયનનો ઘટાડો થયો છે. આ સાથે તેમની નેટવર્થ ઘટીને ૯૧ બિલિયન થઈ ગઈ છે. તે વિશ્ર્વના સૌથી અમીર લોકોની યાદીમાં ૧૧મા નંબર પર છે. ગૌતમ અદાણીની નેટવર્થ ૬૬૮ મિલિયન ઘટીને હવે ૬૫.૨ બિલિયન થઈ ગઈ છે. અદાણી વિશ્ર્વના સૌથી અમીર લોકોની યાદીમાં ૧૯મા નંબરે છે.આ વર્ષે તેની નેટવર્થમાં સૌથી વધુ ૫૫.૩ બિલિયનનો ઘટાડો થયો છે.
દરમિયાન, ફ્રાન્સના બર્નાર્ડ આર્નેાલ્ટ ૧૭૨ બિલિયનની નેટવર્થમાં બીજા સ્થાને છે. એમેઝોનના જેફ બેઝોસ (૧૬૪ બિલિયન) ત્રીજા, માઈક્રોસોટના સ્થાપક બિલ ગેટસ (૧૨૮ બિલિયન) ચોથા ક્રમે, લેરી એલિસન (૧૨૮ બિલિયન) પાંચમા, પ્રખ્યાત રોકાણકાર વોરેન બફે (૧૨૪ બિલિયન) છઠ્ઠા, લેરી પેજ (૧૨૪ બિલિયન) સાતમા ક્રમે છે. સર્ગેઈ બ્રિન (૧૧૮ બિલિયન) આઠમા ક્રમે, સ્ટીવ બાલ્મર (૧૧૫ બિલિયન) નવમા અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ (૧૧૦ બિલિયન) દસમા ક્રમે છે. ટોપ ૧૦ની વાત કરીએ તો આમાંથી નવ ધનિકો અમેરિકાના છે