ગાંધીનગર, કલોલ ના ઇફકો પાસે પોલીસે વિદેશી દારૃ બિયરનો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી હતી પોલીસે કારમાંથી રૃપિયા ૨૮,૪૩૦ નો વિદેશી દારૃ બિયરનો જથ્થો અને કાર મળી કુલ૩,૨૮,૪૩૦ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને ફરાર થઈ ગયેલા કારચાલકની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે
આ બાબતે મળતી વિગતો અનુસાર તાલુકા પોલીસ મથક ના જવાનોને ખાનગી રાહી બાતમી મળી હતી કે વિદેશી દારૃ બિયરનો જથ્થો ભરેલી કાર મહેસાણા થી નીકળીને કલોલ હાઇવે ઉપર થઈ અમદાવાદ જવાની છે તે બાતમીના આધારે પોલીસે કલોલના ઇફકો પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબની ઇકો કાર નંબર યલ૦૧ કે જેડ ૯૦૮૩ આવી જડી હતી પોલીસે તેને રોકવાનો ઈશારો કરતા તેનો ચાલક કારને રોડની બાજુમાં મૂકીને અંધારામાં ભાગી ચૂક્યો હતો પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૃની ૫૭ બોટલો તથા બિયરના ૬૦ નંગ ટીમ મળી આવ્યા હતા પોલીસે રૃપિયા ૨૮ , ૪૩૦ નો વિદેશી દારૃબિયનનો જથ્થો પ્રાપ્ત કર્યો હતો અને રૃપિયા ત્રણ લાખની કાર મળી કુલ રૃપિયા ૩ , ૨૮ , ૪૩૦ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે ફરાર થઈ ગયેલા કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.