બાલાસિનોર,બાલાસિનોર નગરથી બે કી.મી અંતરે દેવ ચોકડી તરફ ભીમ ભમરડા સંલગ્ન મહાકાય પત્થરોની હારમાળા આવેલી છે. આ હારમાળા ઈડરિયા ગઢને પણ ઝાંખી આપી જાય તેમ છે. જ્યારે આ મહાકાય પત્થરોનો ઇતિહાસ આજે પણ અકબંધ છે. ત્યારે આ મહાકાય પત્થરો એક નાની ધરીઓ પર વર્ષોથી અડગ ઉભા છે. ત્યારે આ ગરમીમાં આ પત્થરોનું તાપમાન 47 ડિગ્રીથી પણ વધારે દેખાય છે. ત્યારે અનેક વાર આ પથ્થરો ગરમીમાં રાતાસ પડતા દેખાય છે.