ઈડરનું જંગલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ જંગલમાં માનવ કંકાલ મળી આવ્યું છે. મુડેટી પાટિયા અને વસાઈ સીમ પાસે પહાડો વચ્ચે માનવ કંકાલ લટક્તી હાલતમાં મલ્યું છે. આ એક મહિલાનું માનવ કંકાલ છે. આ કંકાલ ૬ મહિનાથી લટક્તું હોય તેવું ચર્ચાય છે. આ માનવ કંકાલને હાલ એફએસએલમાં મોકલી દેવાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડરના સીમમાં એક મહિલાનું માનવ કંકાલ પહાડ પર લટક્તી હાલતમાં મળી આવ્યું છે. વન વિભાગની ટીમની પેટ્રોલિંગ દરમિયાન આ માનવ કંકાલ પર નજર પડી હતી. ઝાડની ડાળીમાં સાડીથી લટક્તી હાલતમાં મહિલાનું માનવ કંકાલ મળી આવ્યુ હતું. માનવ કંકાલ પાસે મહિલાના પગરખા પણ પડ્યા હતા.
આ માનવ કંકાલ ૬ મહિનાથી ત્યાં લટક્તુ હોવાનું કહેવાય છે. વન વિભાગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના બાદ પોલીસની ટીમે માનવ કંકાલને એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપ્યું છે.
આ મહિલાએ આત્મહત્યા કરી હતી કે, તેની હત્યા થઈ છે તે અંગે પોલીસ તપાસે શરૂ કરી છે. પહાડોમાં માનવ કંકાલ મળી આવ્યાની વાત વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળે ટોળા કંકાલને જોવા માટે ઉમટી પડ્યા હતા.