છેલ્લા કેટલાક મહિનાઓથી ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ખૂબ જ ગરમ છે. ઘણા વિસ્તારોમાં ઘૂસણખોરીને આદિવાસીઓની વસ્તીમાં ઘટાડો થવાનું કારણ કહેવામાં આવી રહૃાું છે. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ પણ આ મામલે એન્ટ્રી કરી છે. જાણકારી અનુસાર ઝારખંડમાં ઘૂસણખોરીના મામલાની તપાસ ઈડી કરશે. એજન્સીએ પીએમએલએ હેઠળ કેસ પણ નોંધ્યો છે. ઈડીએ ઝારખંડ પોલીસની એફઆઈઆરને આધારે મની લોન્ડરિંગની શક્યતા વ્યક્ત કરી છે. ઈડી બાંગ્લાદેશી મહિલાઓની હેરફેર અને શંકાસ્પદ ઘૂસણખોરીમાં મની લોન્ડરિંગની તપાસ કરશે.
વાસ્તવમાં, આ મામલો રાંચીના બરિયાતુ પોલીસ સ્ટેશનમાં 4 જૂન, 2024ના રોજ નોંધાયેલી એફઆઇઆર નંબર 188 પર આધારિત છે.એફઆઇઆર મુજબ, 21 વર્ષની નીપા અખ્તર ખુશીને મનીષા રાય નામની યુવતી બાંગ્લાદેશથી કોલકાતા લાવી હતી. મનીષાએ ઝુમા નામની અન્ય યુવતી અને ખાનગી એજન્ટો સાથે મળીને નીપા અખ્તરને જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ સરહદ પાર કરાવી હતી.
ઈડી જે કેસની તપાસ કરશે તે એજન્ટોની મદદથી ભારતમાં બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસર ઘૂસણખોરી સંબંધિત છે જેઓ તેમને ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે બનાવટી દસ્તાવેજો પૂરા પાડે છે. ઈડી અનુસાર, ઘણા લોકો ગેરકાયદેસર ઘૂસણખોરી અને નકલી ઓળખ પુરાવા બનાવવા સંબંધિત કાયદાકીય પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ કૃત્યો પીએમએલએ,2002 ની કલમ 2 હેઠળ અપરાધની આવક સાથે સંકળાયેલી ગુનાહિત પ્રવૃત્તિઓની રચના કરે છે.