
મુંબઈ,
વિડિયોકોન ગુ્રપ કંપનીઝને મંજૂર કરાયેલી લોનમાં કથિત છેતરપિંડી અને ગેરરીતિ સંબંધે ધરપકડ કરાયેલા આઈસીઆઈસીઆઈ બેન્કના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર તથા તેમના પતિ દીપક કોચરને વિશેષ કોર્ટે ૨૬ડિસેમ્બર સુધીની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કસ્ટડી આપવામાં આવી છે.ટૂંકી પૂછપરછ બાદ શુક્રવાર રાત્રે કોચર દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ આરોપ કર્યો હતો કે તેઓ જવાબ આપવાનું ટાળે છે અને તપાસમાં સહકાર નથી આપતા.
ભ્રષ્ટાચાર વિરોધી કાયદા તેમ જ ભારતીય દંડ સંહિતાની ગુનાહિત કાવતરા સંબંધી કલમો હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં કોચર દંપતી, વિડિયોકોન ગુ્રપના વેણુગોપાલ ધૂત તથા કોચર દ્વનારા મેનેજ કરાતી નુપાવર રિન્યુએબલ્સ લિ. સુપ્રીમ એજન્સી, વિડિયોકોન ઈન્ટરનેસનલ ઈલેક્ટ્રોનિક્સ લિ. અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિ.ને આરોપી દર્શાવાયા છે.
સીબીઆઈનો આરોપ છે કે આઈસીઆઈસીઆઈ બેક્ધે રૂ. ૩,૨૫૦ કરોડ જેટલી ક્રિડેટ સુવિધા ધૂત દ્વારા પ્રમોટ કરાયેલી વિડિયોકોન ગુ્રપ ઓફ કંપનીઝને આપી હતી. આ સુવિધા બેન્કિંગ રેગ્યુલેટશન એક્ટ, આરબીઆઈની નિયમનાવી અને બેક્ધની ક્રેડિટ પોલીસીનો ભંગ કરીને અપાઈ હતી.