
નવી દિલ્હી : રિઝર્વ બેન્કે મંગળવારે જણાવ્યું હતું કે તેણે આઇસીઆઇસીઆઇ બેન્કને ૧૨.૧૯ કરોડની અને કોટક મહિન્દ્રા બેન્કને ૩.૯૫ કરોડની પેનલ્ટી ફટકારી છે. બંને બેન્કોએ કેટલાક રેગ્યુલેટરી ધારાધોરણોનું પાલન ન કરતા તેમને આ દંડ ફટકારવામાં આવ્યો છે.
આઇસીઆઇસીઆઇ બેન્કને પેનલ્ટી ફટકારવાનું કારણ તેણે લોન્સ એન્ડ એડવાન્સીસ-સ્ટેટયુટરી એન્ડ અધર રિસ્ટ્રિકશન્સ અને ફ્રોડ ક્લાસીફિકેશન એન્ડ રિપોર્ટિંગ બાય કોમર્સિયલ બેન્ક એન્ડ સિલેક્ટ એફઆઇની જોગવાઈનો ભંગ કર્યો હતો તે બદલ તેને દંડિત કરવામાં આવી હતી.
અન્ય નિવેદનમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે કોટક મહિન્દ્રા બેન્કને ફટકારવામાં આવેલી પેનલ્ટી મેનેજિંગ રિસ્ક્સ એન્ડ કોડ ઓફ કંડક્ટ ઇન આઉટસોર્સિંગ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ બાય બેન્ક્સ અંગેની જોગવાઈના દિશાનિર્દેશોના ભંગ બદલ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત બેન્કો સાથે જોડાયેલા રિકવરી એડનટ્સ અને લોન્સ એન્ડ એડવાન્સીસ, સ્ટેટયુટરી અને અન્ય નિયમનોનો ભંગ કરવા બદલ તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.
બંને કિસ્સામાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે દંડના આધાર રેગ્યુલેટરીના કોમ્પ્લાયન્સના મોરચે ખામીઓ છે અને તેનો હેતુ બેન્કો તેમના ગ્રાહકો સાથે કરારમાં પ્રવેશી કે કોઈ વ્યવહાર કર્યો તેની અધિકૃતતા અંગે જણાવવાનો નથી.