
નડીયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાંઆઈ.સી.ડી.એસ.વિભાગ દ્ધારા સ્વીપ એક્ટીવીટી અંતર્ગત વીણા ગામના વીણા બસસ્ટેન્ડ અને ખ્રિસ્તીવાસની આંગણવાડીમાં મતદાન જાગૃતિમાટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રંગોળી અને સૂત્રો દ્વારા ગામના લોકોને મતદાન માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેમાં પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ, આઈ.સી.ડી.એસ.વિભાગ, ખેડા જીલ્લા પંચાયત તથા બાળ વિકાસ યોજના અધિકારી પ્રિતીબેનપટેલ, નડિયાદ ઘટક-1 તથા કાર્યકરબેનો અને તેડાગર બેનો સહિત જેમાં 27 મતદાતા હાજર રહ્યાહતા.