- આઇ.સી.ડી.એસ. નડિયાદ ઘટક-01 હસ્તકના સેજાના સાઈધામ આંગણવાડી કેન્દ્ર ખાતે ઘટક કક્ષાના વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
‘વિશ્વ સ્તનપાન સપ્તા0હ’ની આ વર્ષે અંતર ઘટાડીએ, સ્તનપાન માટે સહયોગ આપીએ Closing the gap : Breastfeeding Support for all થીમ આધારિત ઉજવણી કરવામાં આવનાર છે. જેના ઉદ્દેશો સ્તનપાન સહય અને પ્રલચનમાં અસમાનતા વિશે લોકોને માહિતગાર કરવા, સ્તનપાનને સમાજમાં અસમાનતા દુર કરવા માટે એક સમાનતા તરીકે પ્રસ્થાપિત કરવું, સ્તનપાનને પ્રોત્સાહન અને સહકાર વધારવા માટે વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાણ, અને સ્તનપાન અંગેના સહયોગમાં અસમાનતા ઘટાડવા માટે સંવેદનશીલ જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરીને પગલા લેવા પ્રોત્સાહીત કરવા.
આઇ.સી.ડી.એસ. દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ દ્વારા હાજર લાભાર્થીઓને એક નવજાત બાળકને જન્મના એક કલાકમાં માતાનુ પહેલુ ઘટ્ટ પીળુ દુધની આવશ્યકતા તથા સ્તનપાનના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર, બાળ વિકાસ યોજના અધિકારી, નડીઆદ ઘટક-01, THV , મેડીકલ ઓફિસર મિશન અર્બન, સુપરવાઇઝરપ્રજ્ઞાબેન મેવાડા અને મિનાક્ષીબેન રાઠોડ તથા આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.