આઇસીસી પ્રમુખ બાર્કલે ત્રીજા કાર્યકાળ માટે તૈયાર નથી, ૩૫ વર્ષે જય શાહ સૌથી યુવા ચેરમેન બની શકે છે

વર્તમાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અયક્ષ, ન્યુઝીલેન્ડના વકીલ ગ્રેગ બાર્કલે મંગળવારે ૩૦ નવેમ્બરના રોજ તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ ત્રીજી મુદતની રેસમાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધી હતી, જેના કારણે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયાના સેક્રેટરી જય શાહને રમતના વૈશ્ર્વિક સંચાલક મંડળમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

શાહના ભવિષ્યને લઈને અટકળોએ જોર પકડ્યું છે. શાહ આ પદ માટે પોતાનો દાવો રજૂ કરશે કે નહીં તે ૨૭ ઓગસ્ટ સુધીમાં સ્પષ્ટ થઈ જશે, જે અયક્ષ પદ માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે.આઇસીસી ચેરમેન દરેક બે વર્ષની ત્રણ મુદત માટે પાત્ર છે અને ન્યૂઝીલેન્ડના વકીલ બાર્કલેએ અત્યાર સુધીમાં ચાર વર્ષ પૂર્ણ કર્યા છે.આઇસીસીના નિયમો અનુસાર, અયક્ષની ચૂંટણીમાં ૧૬ મત હોય છે અને હવે વિજેતા માટે નવ મતોની બહુમતી (૫૧%) જરૂરી છે. અગાઉ, અયક્ષ બનવા માટે, પદધારક પાસે બે તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી હતી. શાહને આઇસીસી બોર્ડના સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંના એક ગણવામાં આવે છે. તેઓ હાલમાં આઇસીસીની શક્તિશાળી ફાઇનાન્સ અને કોમશયલ અફેર્સ સબ-કમિટીના વડા છે.

આઇસીસીના અયક્ષ ગ્રેગ બાર્કલેએ બોર્ડને પુષ્ટિ આપી છે કે, તેઓ ત્રીજી મુદત માટે ઊભા રહેશે નહીં અને નવેમ્બરના અંતમાં તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો થશે ત્યારે તેઓ પદ છોડશે. બાર્કલેને નવેમ્બર ૨૦૨૦ માં આઇસીસીના સ્વતંત્ર અયક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ૨૦૨૨ માં આ પદ માટે ફરીથી ચૂંટાયા હતા. હાલના ડિરેક્ટરોએ હવે આગામી ચેરમેન માટે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૪ સુધીમાં નોમિનેશન સબમિટ કરવાના રહેશે અને જો એક કરતાં વધુ ઉમેદવારો હશે તો ચૂંટણી યોજાશે અને નવા ચેરમેનની મુદત ૧ ડિસેમ્બર, ૨૦૨૪થી શરૂ થશે.

શાહના મોટાભાગના ૧૬ વોટિંગ સભ્યો સાથે ખૂબ સારા સંબંધો છે. હાલમાં, શાહ પાસે બીસીસીઆઇ સેક્રેટરી તરીકેના તેમના કાર્યકાળમાં એક વર્ષ બાકી છે, ત્યારબાદ તેમણે ઓક્ટોબર ૨૦૨૫ થી ત્રણ વર્ષનો ફરજિયાત બ્રેક (કૂલિંગ ઑફ પીરિયડ) લેવો પડશે. સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા બીસીસીઆઇના બંધારણ મુજબ, એક પદાધિકારી ત્રણ વર્ષના કુલિંગ ઓફ પીરિયડ પેહલા છ વર્ષ સુધી હોદ્દો સંભાળી શકે છે.

એક વ્યક્તિ કુલ મળીને ૧૮ વર્ષ પદ પર રહી શકે છે, રાજ્ય એસોસિએશનમાં નવ વર્ષ અને બીસીસીઆઇમાં નવ વર્ષ સુધી આ પદ સંભાળી શકે છે. જો શાહ તેમના સેક્રેટરી પદમાં એક વર્ષ બાકી રાખીને આઇસીસીમાં જવાનું નક્કી કરે છે, તો તેમની પાસે બીસીસીઆઇમાં ચાર વર્ષ બાકી રહેશે. તે ૩૫ વર્ષની ઉંમરે આઇસીસીના ઇતિહાસમાં સૌથી યુવા અયક્ષ બની શકે છે. જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર એવા ભારતીય છે જેમણે ભૂતકાળમાં આઇસીસીનું નેતૃત્વ કર્યું છે.