
નવીદિલ્હી, આ વર્ષે ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. આઈસીસીએ ગયા મહિને આ વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કર્યું હતું, પરંતુ હવે કેટલીક મેચોની તારીખો ફરીથી બદલવામાં આવી છે. આઈસીસીએ હવે આ અંગે નવું શિડ્યુલ જાહેર કર્યું છે. જ્યાં ભારત અને પાકિસ્તાનની મેચ સહિત કુલ ૯ મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાની બે મેચની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાન સામેની મેચ સિવાય નેધરલેન્ડ સામેની મેચ પણ સામેલ છે.
આઇસીસીસી દ્વારા કરવામાં આવેલ ફેરફારો:
૧૦ ઓક્ટોબર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ
૧૦ ઓક્ટોબર: પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા
૧૨ ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
ઑક્ટોબર ૧૩: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ
૧૪ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
ઑક્ટોબર ૧૫: ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન
નવેમ્બર ૧૧: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ
૧૧ નવેમ્બર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન
૧૨ નવેમ્બર: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ