- છોટાઉદેપુર ભાજપ મહામંત્રી શંકર રાઠવાની હકાલપટ્ટી
- પાર્ટીની ગાઈડલાઈન વિરુદ્ધ કરી હતી કામગીરી
- ખાણખનીજ વિભાગ વિરુદ્ધ માંડ્યો હતો મોરચો
છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી શંકર રાઠવાની હકાલપટ્ટી કરવામાં આવી છે. આપને જણાવીએ કે, શંકર રાઠવાએ ખાણખનીજ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. જે મુદ્દે તેમનું રાજીનામુ લેવાયું હોવાની વાત સામે આવી છે. અત્રે આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી છે અને જે શિસ્તભંગ બદલ કંઈ પણ કાર્યવાહી કરી શકે છે. ત્યારે વધુ એક નેતાજીને શિસ્તભગનું વળતર મળ્યું હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
છોટાઉદેપુરમાં સફેદ રેતીના ખનન સામે શંકર રાઠવાએ આક્ષેપ કર્યા હતા. અત્રે જણાવીએ કે, IAS ધવલ પટેલના શિક્ષણને લઈને CMને પત્ર બાદ શંકર રાઠવાએ ધવલ પટેલની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ પાર્ટીની ગાઈડલાઈન વિરુદ્ધ કામગીરી કરતા રાઠવા વિરુદ્ધ એક્શન લેવાયુ છે.
આપને જણાવીએ કે, ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના છે કે તેમને કોઈપણ અધિકારી વિરૂદ્ધ કંઈ પણ બોલવું નહી તેમજ ટીકા ટીપ્પણી કરવી નહી તેવુ રાજકીય સૂત્રો જણાવી રહ્યાં છે. જેને લઈ પક્ષની સૂચનાને ઘોળીને પી જનાર શંકર રાઠવાને આ બાબત ભારે પડી છે અને તેમને મહામંત્રી પદથી હકાલ પટ્ટી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં સ્પષ્ટ માનનારી પાર્ટી છે જે પક્ષના નિયમોને અનાધાર કરનારોઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે છે જેનો એક દાખલા રૂપ આ કિસ્સો છે.