હૈદરાબાદ, તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ઝડપી કારે ત્રણ લોકોને ટક્કર મારી હતી, જેના કારણે તે તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ તમામ લોકો મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ત્યારે એક ઝડપી કારે તેનું સંતુલન ગુમાવી દીધું હતું અને વોક કરી રહેલી ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી. આ અકસ્માતનો સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે સવારે બની હતી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્રણ મહિલાઓ રસ્તાની બાજુએ ચાલી રહી છે, ત્યારે અચાનક એક સ્પીડમાં આવતી કારે ત્રણયે ટક્કર મારી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અન્ય એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ મહિલાઓ જ્યાં ચાલી રહી છે તેના પહેલા રસ્તામાં એક વળાંક છે. કારનો ડ્રાઇવર એટલી સ્પીડમાં હતો કે વળાંક પર બ્રેક લગાવીને ધીમી કરવાનો પ્રયાસ કરતી વખતે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, માતા અને બાળકો બંધલાગુડા રોડ પર મોર્નિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે એક ઝડપી કારે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે કાર ખૂબ જ તેજ ગતિએ આવી રહી હતી અને ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે કાર પગપાળા ચાલી રહેલી મહિલાઓને ટક્કર મારી હતી.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર પહેલા ફૂટપાથ પર અથડાય છે અને પછી આ મહિલાઓને ટક્કર મારે છે. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.