ગોધરામાં ચેક રિટર્ન કેસમાં બે  આરોપીઓને  એક વર્ષની જેલની સજા અને  ચેકની  રકમ ફરિયાદીને  ૯ ટકા વ્યાજ સહીત વળતર આપવાનો હુકમ કરતી અદાલત .

 રોજ બરોજના નાણાકીય વ્યવહારોમાં સમાજમાં ચેકની વીસવશનીયતા  માં લોકોને ભરોશો  રહે તે માટે   કોર્ટો દ્વારા પણ  ચેક રિટર્ન  થવાના  કેસોમાં ગુનેગારો સામે   લાલ આંખ  કરવામાં આવી રહેલી છે

ગોધરા કોર્ટ દ્વારા  ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં  દાખલો  બેસે તેવા મહત્વના  હુકમ કરવામાં આવેલ છે વિગતવાર મળેલી માહિતી  મુજબ   ફરિયાદી  શ્રીદા  ભગીની કો ઓપ ક્રેડીટ સોસાયટી  પાંજરાપોળ રોડ ગોધરા ના મેનેજર  સીલ્પાબેન  શાહ એ  ગોધરા  કોર્ટમાં આપેલી  ફરિયાદો  મુજબ  આરોપી   રાધાબેન સુખલાલ તેલી  રહેવાસી  શ્રીનાથનીચાલી  ગોધરાના એ  તેમની મંડળી માંથી  રૂપિયા ૧૫૦,૦૦૦  ની લોન લીધી છે અને આરોપી  ભેરુલાલ ગણેશલાલ  તેલી  રહેવાસી ૫૬ અલંકાર સોસાયટી ગોધરા  નાઓએ  રૂપિયા ૧૨૫૦૦૦ ની લોન લીધી છે    તે  રકમની  ફરિયાદીએ  ઉઘરાણી  કરતા  તે રકમની  બાકી નીકળતી રકમની પરત ચુકવણી પેટે આરોપી  રાધાબેને    ફરિયાદી સંસ્થા ને    એસબીઆઈ બેંક નો રૂપિયા  ૨,૨૨,૨૪૯ /  નો ચેક લખી આપેલ છે અને આરોપી  ભેરુલાલ એ  ફરિયાદીને રૂપિયા ૧,૮૧,૫૩૪/  નો ચેક લખી આપેલ હતો 

પરંતુ  તે  બંને ચેકો   ફરિયાદીએ  પોતાની    બેન્ક  મારફતે   ક્લિયરિંગ માં  મોકલતા બેંકે  ચેકો  પરત કરેલ   હતા  – તેથી કાયદેસરની નોટિસો આપવા છતાં આરોપીઓએ  ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ . તેથી ફરિયાદીએ  ગોધરા  કોર્ટમાં  ચેક રિટર્ન ગુનાની  ફરિયાદ દાખલ કરી હતી – આ કેસો  ગોધરા કોર્ટમાં ચાલી જતા  કોર્ટમાં રજુ  થયેલ પુરાવાઓ  અને  ફરિયાદીના વકીલ  અશોકભાઈ  સામતાણી  ની દલીલોને  દયાનમાં લઈને  ગોધરાના ત્રીજા   એડી ચીફ જયુ. મેજીસ્ટ્રેટ   જજ   ધીરજકુમાર  બળદેવભાઈ રાજન   એ   બંને આરોપીઓ  રાધાબેન તેલી અને  ભેરુલાલ તેલીને    ચેક રિટર્ન  થવાના ગુનામાં કસુરવાન ઠરાવીને આરોપીઓને   એક એક વર્ષ ની જેલની સજા અને    ફરિયાદીને   ચેકની રકમ    વાર્ષિક ૯ ટકા ના વ્યાજ  સહીત  વળતર  તરીકે  ચૂકવી આપવા અને જો વળતરની રકમ ન ચુકવે તો વધુ ૩ મહિનાની જેલની સજા નો  દાખલો બેસાડતો હુકમ કરેલ છે.