’હું તમને પ્રેમ કરું છું…’,હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશાની ઈમોશનલ નોટ

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાની જાહેરાતે ઘણા ફેન્સના દિલ તોડી નાખ્યા છે. આ કપલની પ્રેમ કહાની ખૂબ જ અદભૂત અને પ્રેમાળ હતી. એકબીજાને ડેટિંગથી લઈને ક્રૂઝ પ્રપોઝલ, સિક્રેટ મેરેજ અને પછી ફરી લગ્ન આ પ્રેમ એવું બતાવી રહ્યો હતો કે, બંને એકબીજા સાથે હંમેશા રહેશે.

હાલમાં નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના વતન સબયામાં છે. આ દરમિયાન ૩૦ જુલાઈએ નતાશા અને હાર્દિકના પુત્ર અગસ્ત્યનો જન્મદિવસ હતો. હાર્દિક એ એક ક્યૂટ વીડિયો પોસ્ટ કરીને પોતાના રાજકુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. હવે નતાશાએ પુત્ર અગસ્ત્યના જન્મદિવસની પોસ્ટ પણ શેર કરી છે.

આ વખતે નતાશાએ પોતાના પુત્ર અગસ્ત્યનો ચોથો જન્મદિવસ હાર્દિક વગર ઉજવ્યો હતો. અભિનેત્રીએ પોતાના ઈન્ટાગ્રામ પર પુત્ર સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી. તો . એક તસવીરમાં અગસ્ત્ય અને નતાશા ઝૂમાં એન્જોય કરતા જોવા મળે છે. બીજી તસવીરમાં નતાશા તેના પુત્રને પકડીને બેઠી છે. બીજી તસવીર નતાશા અને અગસ્ત્યની પડછાયાની તસવીરો છે. જેમાં મા-દીકરો એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે.

નતાશાએ પોતાના લાડલાના જન્મદિવસ પર એક ભાવનાત્મક પોસ્ટ પણ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, ’મારા બુબા, તમે મારા જીવનમાં શાંતિ, પ્રેમ અને ખુશીઓ લાવ્યા છો. મારા સુંદર લાડલા, તમે ખૂબ સારા, ખૂબ જ સ્વીટ અને દયાળુ છો…હંમેશા આ પસંદ કરો, એ જ રીતે રહો. હું તમારા દયાળુ આત્માને દુનિયાને બદલવા નહીં દઉં, હું હંમેશા તારી સાથે રહીશ, હું તને પ્રેમ કરું છું.

તમને જણાવી દઈએ કે નતાશા અને હાદકે તેમના અલગ થવાની જાહેરાત કરતી વખતે એક સંયુક્ત નોંધ પણ શેર કરી હતી. નતાશા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી નોટમાં લખ્યું છે કે, ’૪ વર્ષ સાથે રહ્યા બાદ હાર્દિક અને મેં પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે મળીને અમારું સર્વશ્રેષ્ઠ કર્યું અને આપણું સર્વસ્વ આપ્યું અને અમે માનીએ છીએ કે આ અમારા બંનેના હિતમાં છે. અમારા માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો, અમે સાથે રહેવાનો આનંદ માણ્યો, પરસ્પર આદર અને સાથીદારીનો આનંદ માણ્યો અને જેમ જેમ અમારો પરિવાર વધતો ગયો, અમને અગસ્ત્યના આશીર્વાદ મળ્યા, જે અમારા બંનેના જીવનના કેન્દ્રમાં હશે. અમે સહ-માતા-પિતા એ સુનિશ્ર્ચિત કરીશું કે અમે તેને તેની ખુશી માટે અમે બનતું બધું આપીશું.’