હું રિતેશ અને અમારા દીકરાને કારણે સંપૂર્ણપણે શાકાહારી બની : જેનેલિયા દેશમુખ

મુંબઇ,

માંસાહારની નકારાત્મક અસર શરીર અને મન પર પડે છે. એટલું જ નહીં, માનવ શરીર માટે માંસાહાર કરતાં શાકાહાર સર્વોત્તમ છે, એ કહેવાની જરૂર નથી. આ વિચાર ધીમે ધીમે લોકોના મનમાં સ્થાન જમાવી રહ્યો છે અને લોકો શાકાહારી બની રહ્યા છે. આમાં સેલિબ્રિટિઝ પણ સામેલ છે. અમિતાભ બચ્ચને તો કેટલાંય વર્ષો પહેલા માંસાહારનો ત્યાગ કર્યો છે. અન્ય અનેક સ્ટાર્સ પણ વીગન બન્યા છે. આમાં અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ પણ શાકાહારી બન્યા છે અને તે પણ છેલ્લા ત્રણ વર્ષથી અને આ કારણે તેમના જીવનમાં પણ નજરે પડે એવા ફેરફારો થયા છે. ’એક્સરસાઈઝ કરતાં હોય ત્યારે અમારી ઊર્જાનું સ્તર અમે જ્યારે માંસાહાર કરતાં હતા તેની સરખામણીમાં ઘણું ઊંચું હોય છે એટલું જ નહીં, શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ પણ વધુ હોય એવી અનુભૂતિ થાય છે,’ એમ રિતેશ દેશમુખે જણાવ્યું હતું.

પહેલી નવેમ્બર ’વર્લ્ડ વેગન ડે’ની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે જેનેલિયા દેશમુખે જણાવ્યું હતું કે ’મારા મોટા પુત્રના મગજમાં વેગન બનવાનો વિચાર અમારા ઘરમાં સૌ પહેલીવાર આવ્યો. કેટલાંક વર્ષ પહેલાં અમારા આ પુત્ર રિયાન દેશમુખને આવ્યો. ’એક દિવસ એ શાળાથી ઘરે આવ્યો અને મને કહેવા લાગ્યો, ’આઈ, તું લેશ (અમારા પાળેલા કૂતરાનું નામ)ને પ્રેમ કરે છે અને મરઘીને ખાઈ છે. આ બંને પ્રાણીઓ જ છે. તેમાં શું તફાવત છે?’ આપણે શું કરી રહ્યા છીએ એ સમજવાના માર્ગ પર તેણે મને મુકી દીધી,’ એમ જેનેલિયા કહે છે. શાકાહારી જીવન અંગે જાગરુક્તા વધે એ માટે હવે આ દંપતિ કામ કરવા માગે છે. આ જર્નીમાં તેમના બે પુત્રો રિયાન (૭) અને રાહિલ (૬) પણ જોડાશે. આ માત્ર શાકાહારી જીવન માટે જ નહીં હોય, પણ તેના અંગે જાગરુક્તા પ્રસરે એ માટે પણ છે. દરેક કોળિયા સાથે અમે લીધેલો જાગૃત નિર્ણય સાથે હોય છે. વેગન બન્યા પછી અમે એમાં અન્ય બાબત પણ ઉમેરી છે. અમે અમારા લોહીને કામ કરતાં અનુભવ્યું છે અને તબીબે તો અમને એમ જણાવ્યું કે તમે વધુ યુવાન દેખાવો છો. આનાથી વિશેષ મોટો પુરાવો શો હોય શકે. આ તો પ્રાણીઓ ભણીનું એક ડગલું છે. જેઓ તેમની સમસ્યા અંગે કશું બોલી પણ નથી શક્તાં,’ એમ રિતેશ દેશમુખે જણાવ્યું હતું.

જેનેલિયા એવું અનુભવે છે કે તે અને તેના પતિ કાયમ વેગન રહેશે, પણ તેના બંને પુત્રો તેમની જીવનશૈલીને અનુસરશે અથવા તેમની પસંદ મુજબ જિંદગી જીવશે. ’તેઓ અત્યારે શાળામાં જાય છે અને ઘણીવાર જન્મદિવસની ઉજવણીમાં પણ જાય છે. જ્યાં તેઓ અડધી જેટલી વાનગીઓ આરોગી જ નથી શક્તા, પણ તેમણે એ અંગે કદી ફરિયાદ નથી કરી. તેમને એવું લાગે છે કે આ તો ઉદ્દેશ માટે છે. વડીલો તરીકે અમે સ્મિત કરીએ છીએ અને અમે પણ તેમની સાથે જ છીએ, એવું અનુભવીએ