હું પોસ્ટર ગર્લ બનવા માંગતી નથી. તેને પોસ્ટરમાં બતાવીને વોટ લીધા. મારે ઘણું કામ કરવાનું છે.

  • હું દેખાડો કરીને નેતા નથી બની. લોકોના પ્રેમ અને ભગવાનના આશીર્વાદથી હું નેતા બની છું.: ઉમા ભારતી

ભોપાલ, મધ્યપ્રદેશ માં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી ભાજપ સત્તામાં ટકી રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ અંતર્ગત ભાજપ પાર્ટી સરકારની નીતિઓને લોકો સુધી પહોંચાડવા માટે જન આશીર્વાદ યાત્રા કાઢી રહી છે. આ યાત્રામાં મધ્યપ્રદેશના ભાજપના તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા છે. પરંતુ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીને ’જન આશીર્વાદ યાત્રા’ માટેનું આમંત્રણ મળ્યું નથી. આ પછી ઉમા ભારતી ગુસ્સે થઈ ગયા. મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, જો તમે (ભાજપ) એવા નેતાઓના અસ્તિત્વને પાછળ ધકેલી દેશો જેના આધારે પાર્ટીનું અસ્તિત્વ ટકી રહ્યું છે, તો એક દિવસ તમે પોતે જ નાશ પામશો.

ઉમા ભારતીને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ મીટિંગમાં જોવા મળતા નથી, વ્યૂહરચનાથી દૂર રહે છે. શું ઉમા ભારતીને એકબાજુ પર કરી દેવામાં આવ્યા છે, અથવા તો તેઓ પોતે તેનાથી એક પ્રકારનું અંતર રાખી રહ્યા છે? તેના પર ઉમા ભારતીએ કહ્યું, મેં ૨૦૧૯માં જ કહ્યું હતું કે હું ૨૦૧૯માં ચૂંટણી નહીં લડું. મેં ૨૭ વર્ષની ઉંમરે પહેલીવાર ચૂંટણી લડી હતી. ૬ વખત સાંસદ, ૨ વખત ધારાસભ્ય બન્યા. તેઓ ૧૧ વર્ષ સુધી કેન્દ્રમાં મંત્રી હતા અને મુખ્યમંત્રી પણ હતા. મેં કહ્યું હતું કે મને ૫ વર્ષનો બ્રેક આપો, હું ગંગા માટે કામ કરીશ. હું પ્રવાસ કરીશ. પરંતુ હું ૨૦૨૪ની ચૂંટણી ચોક્કસ લડીશ. તેથી જ મેં મારી જાતને એકબાજુ પર નથી લીધી. અને ન તો મને કોઈ એકબાજુ પર કરી શકે.ઉમા ભારતીએ કહ્યું, મને ૨૦૨૦ની પેટાચૂંટણી દરમિયાન કોરોના થયો હતો. હું સંપૂર્ણપણે સ્વસ્થ પણ થઇ ન હતી છતાં, મને પ્રચાર માટે વિનંતી કરવામાં આવી હતી. હું પ્રચાર કરવા આવી પણ હતી. અમારી સરકાર બનવાની જ હતી. પરંતુ મારા પ્રચારે ચોક્કસપણે બેઠકોમાં વધારો કર્યો.

કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે તેમની નારાજગી સંબંધિત પ્રશ્ર્ન પર ઉમા ભારતીએ કહ્યું કે, મને યાત્રા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. હું તેનાથી દુ:ખી અને પરેશાન નથી, માત્ર આશ્ર્ચર્યચક્તિ છું. જ્યોતિરાદિત્ય સિંધિયા મારો ખૂબ જ લાડકો છે. મને ખૂબ પ્રિય છે. હું તેના આગમનથી ખૂબ જ ખુશ છું. ૨૦૧૮માં તેમણે કોંગ્રેસ માટે પ્રચાર કર્યો, તેમના કારણે અમે જીતી શક્યા નહીં. પરંતુ તેમણે કોંગ્રેસની સરકારને હટાવીને અમારી સરકાર બનાવીને આપી દીધી. મને સિંધિયાની કોઈ ઈર્ષ્યા નથી. પણ ઓછામાં ઓછું તમે મને યાત્રામાં બોલાવીને દેખાડો તો કરી શક્યા હોત. મને એવું કહી દેતે કે, તમે આ યાત્રામાં જોડાશો નહીં. આમ પણ હું યાત્રામાં જોડાવાની હતી જ નહીં.

ઉમા ભારતીએ કહ્યું, હું પોસ્ટર ગર્લ બનવા માંગતી નથી. તેને પોસ્ટરમાં બતાવીને વોટ લીધા. મારે ઘણું કામ કરવાનું છે. લાંબુ કામ કરવાનું છે. હું બહુ નાની છું. હું વડાપ્રધાન મોદીજી કરતા ૧૦ વર્ષ નાની છું. હું અમિત શાહ કરતા ઉંમરમાં થોડી મોટી છું. હું અહીંના નેતાઓ કરતાં ઘણી નાની છું. હજુ મારે ૧૫-૨૦ વર્ષ કામ કરવું છે. આ માટે સમર્થન બની રહેવું જોઈએ. ગરીબો અને લાચારો માટે કામ કરવું છે. હું જન આશીર્વાદ યાત્રામાં જાત જ નહીં નથી, પણ મને આમંત્રણ આપી બોલાવી તો લેતે.ઉમા ભારતીએ કહ્યું, હું પાર્ટીને નુક્સાન પહોંચાડવા માંગતી નથી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ કહેશે તો હું પ્રચારમાં જઈશ. આ પાર્ટી માટે મને લાગણી છે. અમારા નેતા વડાપ્રધાન મોદીજી છે. અમારો જ એકમાત્ર એવો પક્ષ છે જે દેશની રક્ષા કરી શકે છે. મેં જાણી જોઈને આ વાત કરી છે, કે જેથી કરીને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય. જેથી કરીને ભવિષ્યમાં તમે એવા નેતાઓને પાછળ ધકેલી દેશો કે જેમના કારણે પાર્ટીનું અસ્તિત્વ છે, તો તમે પોતે જ ખતમ થઈ જશો.

ક્યારેય દિલ્હી ન આવવું, મોદી-અમિત શાહ સાથે મુલાકાત કરતા ન જોવા મળવાના પ્રશ્ર્ન પર ઉમા ભારતીએ કહ્યું હું, ગંગા યાત્રા પર હતી. પછી કોરોના આવ્યો.મોદી અને અમિત શાહે મને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આવું બધું હું જાહેર નથી કરતી, જેપી નડ્ડાજી મને સન્માન સાથે મળે છે. સંગઠન મંત્રી મને સન્માન સાથે મળે છે. હું દેખાડો કરીને નેતા નથી બની. લોકોના પ્રેમ અને ભગવાનના આશીર્વાદથી હું નેતા બની છું.