મુંબઇ, પોલીસને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફરી એકવાર આતંક મચાવવાની ધમકી મળી છે. અત્યાર સુધી જ્યાં પોલીસને ફોન કોલ્સ અને ઈ-મેઈલ દ્વારા આ ધમકીઓ મળતી હતી ત્યાં હવે એક વ્યક્તિએ ટ્વિટર દ્વારા મુંબઈમાં આતંક મચાવવાની ધમકી આપી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર એક સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, “હું ખૂબ જ જલ્દી મુંબઈમાં બ્લાસ્ટ કરવા જઈ રહ્યો છું.” આ સંદેશ અંગ્રેજી ભાષામાં લેખિતમાં મોકલવામાં આવ્યો હતો, જેના શબ્દો હતા “I m gonna blast the mumbai very soon.” આ મેસેજને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસે સંબંધિત ખાતાની તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, રવિવારે (૨૧ મે) એક વ્યક્તિએ મુંબઈ પોલીસને ફોન કર્યો અને ૨૬/૧૧ના હુમલાની જેમ શહેરને આતંક્તિ કરવાની વાત કરી. પોલીસને આ શંકાસ્પદ કોલ રાજસ્થાનથી આવ્યો હતો, ત્યારબાદ રાજસ્થાન પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા રાજસ્થાન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ દેવેન્દ્ર તંવર છે, જે અજમેરનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર માનસિક રીતે બીમાર અને કમજોર છે. ગુસ્સામાં તેણે મુંબઈ પોલીસને ફોન કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસ અને એજન્સીઓને આવી ધમકીઓ મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં એનઆઇએને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં આતંકી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઈમેલ બાદ શહેરભરની પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી.
ઘણા દેશોમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન વચ્ચે ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. ભારતીય તપાસ એજન્સીઓએ ૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટો માં સામેલ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની UAEમાંથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ અબુ બકર છે, જેને ટૂંક સમયમાં યુએઇયુથી ભારત લાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ૧૯૯૩માં મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ ૧૨ બ્લાસ્ટ થયા હતા, જેમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા અને ૭૧૩ લોકો ઘાયલ થયા હતા.