હું મતદાન કરીશ અને સાસરે જઈશ,વિદાય પહેલાં મતદાન કરવા માટે કન્યા મક્કમ બની

બિહારમાં લોક્સભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં કટિહાર સંસદીય મતવિસ્તારમાં એક રસપ્રદ તસ્વીર સામે આવી છે, જ્યાં કન્યા વિદાય પહેલા મતદાન કરવા મતદાન મથક પર પહોંચી હતી. કન્યા શ્ર્વેતા ચંદ્રવંશી કટિહાર લોક્સભા મતવિસ્તારમાં લગ્ન મંડપમાંથી બહાર નીકળી અને સીધા મતદાન મથક ૨૨૩ પર ગઈ અને વિદાય આપતા પહેલા પોતાનો મત આપ્યો.

શ્ર્વેતાએ જણાવ્યું કે સાસરે ન જવાનો તેમનો આગ્રહ એટલા માટે હતો કારણ કે મેં કહ્યું હતું – પહેલા હું મતદાન કરીશ અને પછી હું મારા સાસરે જઈશ. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં પણ લોકશાહીની ઘણી એવી સુંદર તસવીરો સામે આવી હતી જ્યાં નવવિવાહિત યુગલો મતદાન કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા.