મુંબઇ, સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ’હીરામંડી: ધ ડાયમંડ બઝાર’માં કાર્ટરાઈટનું પાત્ર ભજવનાર અભિનેતા જેસન શાહ ચર્ચામાં રહે છે. વેબ સિરીઝને રિલીઝ થયાને ૨૨ દિવસ થઈ ગયા છે, પરંતુ તેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે. તાજેતરમાં જ જેસને ’હીરામંડી: ધ ડાયમંડ બઝાર’ માટે મનીષા કોઈરાલા સાથે શૂટ કરેલા રેપ સીન વિશે વાત કરી હતી.
જેસને એક ઈન્ટરવ્યુમાં કહ્યું, મને આ સીન ઈમોશનલ નથી લાગ્યો. કારણ કે શૂટિંગ કરતી વખતે હું વિચારી રહ્યો હતો કે હું તેમનો રેપ નથી કરી રહ્યો, હું મારા લોકોને તેમની સાથે બળાત્કાર કરવાની છૂટ આપી રહ્યો છું. જેસને એમ પણ કહ્યું કે આ રીતે વિચાર્યા પછી તેના માટે આ સીન કરવું સરળ બની ગયું.
ઈન્ટરવ્યુમાં જેસને કાર્ટરાઈટ અને ઉસ્તાદજીના દ્રશ્યો વિશે વાત કરી હતી. જેસને કહ્યું કે તેને સંકોચ હતો, પરંતુ તેને સંજય લીલા ભણસાલીમાં પૂરો વિશ્ર્વાસ છે. જેસને કહ્યું, હું ખચકાતો હતો કારણ કે મેં આ પહેલા ક્યારેય આવો સીન શૂટ કર્યો ન હતો. મેં ક્યારેય કોઈ અન્ય માણસને મારી આટલી નજીક આવવા દીધો ન હતો. જ્યારે મેં સિરીઝ માટે હા પાડી ત્યારે મને કોઈ સંકોચ નહોતો કારણ કે હું જાણતો હતો કે હું આવો સીન શૂટ કરીશ. સંજય લીલા ભણસાલ માટે કામ કરે છે અને તે ક્યારેય આ સીનને અભદ્ર રીતે રજૂ કરશે નહીં, જો કે, જ્યારે મને આગલી રાત્રે કહેવામાં આવ્યું કે આ સીન કાલે શૂટ થવાનો છે, ત્યારે હું નર્વસ થઈ ગયો હતો.