મુંબઇ, સુષ્મિતા સેનની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સુષ્મિતા સેને રાજનીતિ બાબતે એક એવી વાત કહી દીધી છે, જેના કારણે લોકો તેને ખરી ખોટી કહી શક્યા છે. સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ફેન્સ સામે વિચાર રજૂ કરે છે, પરંતુ આ વખતે સુષ્મિતા સેનને ખૂબ જ ભારે પડી ગયું છે.
અયોયા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાબતે લોકોમાં ખૂબ જ હર્ષોલ્લાસનો માહોલ હતો. બીજી તરફ સુષ્મિતા સેન ‘રાજનીતિ’ અંગે પોસ્ટ શેર કરી છે, જેના કારણે ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ‘ભારતના સંવિધાન’ સાથે જોડાયેલ એક પોસ્ટ રિશેર કરી છે. ફિલ્મમેકર અતુલ મોન્ગિયાએ આ પોસ્ટ શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ભારત, હું મારા દેશને પ્રેમ કરું છું. નફરતની રાજનીતિ આ પ્રેમને નહીં બદલી શકે.’ સુષ્મિતા સેને અતુલ મોન્ગિયાની આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘મધરલેન્ડ’, જેની સાથે હાર્ટનું ઈમોજી પણ શેર કર્યું હતું.
સુષ્મિતા સેને આ પોસ્ટ શેર કરતા ફેન્સને લાગી રહ્યું છે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાબતે આ પોસ્ટ કરવામાં આવી છે. જેના કારણે સુષ્મિતા સેનને ટ્રોલ કરવામાં આવી રહી છે. યૂઝર્સે આ પોસ્ટ પર કમેન્ટ કરી છે કે, ‘હું સુષ્મિતાની રિસ્પેક્ટ કરતી નથી. જે લોકો પોતાની સભ્યતા સાથે ઊભા ના રહી શકે, તે ફોલો કરવાને લાયક નથી.’, ‘સુષ્મિતા સેન લેવલ પર આ પ્રકારે વિચારે તે મૂર્ખતા છે. તેમનામાં એટલી નફરત છે કે, લોકોની ફીલિંગ્સ સમજતા નથી.’, ‘૫૦૦ વર્ષના સંઘર્ષ પછી રામ મંદિરનું નિર્માણ થયું છે. સુષ્મિતા સેન માટે આ ‘નફરતની રાજનીતિ’ છે. તેમના મગજ પર ઉદારવાદ એટલો હાવી થઈ ગયો છે કે, ધર્મના હિંદુ પ્રતિક પર મુગલોની બર્બરતાનો ઈતિહાસ ભૂલી જાય છે.’
સુષ્મિતા સેને છેલ્લે સીરિઝ ‘તાલી’માં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતનું પાત્ર ભજવ્યું હતું. ફેન્સને સુષ્મિતા સેનનું આ પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું અને ડાયલોગની સરાહના કરવામાં આવી હતી. થોડા સમય પછી સીરિઝ ‘આર્યા ૩’માં જોવા મળશે.