અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ભવ્ય પ્રિ-વેડિંગ પાર્ટીમાં દેશ-વિદેશના મહેમાનો પહોંચ્યા હતા. સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને આ પાર્ટીમાં જબરદસ્ત ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત પોપ સિંગર રિહાનાએ પણ આ ઇવેન્ટમાં પરફોર્મન્સ આપીને તેને યાદગાર બનાવી હતી. આ પાર્ટીમાં બચ્ચન પરિવાર તેમજ કપૂર પરિવારે પણ હાજરી આપી હતી. પરંતુ અભિનેત્રી કંગના રનૌત જોવા મળી ન હતી. હવે ત્રણ દિવસનું અંબાણી ફંક્શન પૂરું થયા બાદ અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે.
કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ શેર કરી છે.
કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ શેર કરી છે. લતા મંગેશકરનો એક ઈન્ટરવ્યુ શેર કરીને કંગનાએ લતાજીના વખાણ કરતા કહ્યું હતું કે, કેવી રીતે કરોડો રૂપિયા મળવા છતાં તેમણે ક્યારેય કોઈ લગ્નમાં પરફોર્મ કર્યું નથી. આ સાથે તેણે પોતાની સરખામણી લતા મંગેશકર સાથે પણ કરી હતી. કંગનાએ ઈન્ટરવ્યુનો એક ભાગ શેર કર્યો જેમાં લતા મંગેશકરે કહ્યું હતું – તમે મને પાંચ મિલિયન ડોલર આપો તો પણ હું નહીં આવું.
કંગના રનૌતે કહ્યું, હું વધુ ખરાબ આથક મુશ્કેલીઓમાંથી પસાર થઈ છું, પરંતુ લતાજી અને હું એવા બે જ લોકો છીએ જેમના ગીતોખૂબ હિટ છે (ફેશન કા જલવા, ઘની બાવલી હો ગયી, લંડન ઠુમકડા, સડી ગલી, વિજય ભવ) પરંતુ મને ગમે એટલી લાલચ આપવા છતાં પણ મેં લગ્નમાં ક્યારેય ડાન્સ કર્યો નથી.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મને ઘણા સુપરહિટ આઈટમ સોંગ ઓફર કરવામાં આવ્યા હતા, થોડા જ સમયમાં હું એવોર્ડ શોથી પણ દૂર રહેવા લાગી છું. લોકપ્રિયતા અને પૈસાને ના કહેવા માટે મજબૂત ચરિત્ર અને ગૌરવની જરૂરી છે. શોર્ટ કટની દુનિયામાં યુવા પેઢીને એ સમજવાની જરૂર છે કે એ જ ધન કમાઈ શકાય છે જે પ્રમાણિક્તાનું છે.