’હું ખેડૂતોની વિરુદ્ધ નથી’: ટામેટાના વધતા ભાવ પર આપેલા નિવેદન મુદ્દે સુનિલ શેટ્ટીએ માફી માંગી

મુંબઈ, ટામેટાના આસમાને પહોંચેલા ભાવની ચર્ચા સામાન્ય પરિવારથી લઈને બોલીવુડ સ્ટાર્સની ફેમિલી સુધી દરેક જગ્યાએ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તો જાણે ટામેટા છવાઈ ગયા છે. આવી સ્થિતિમાં એક્ટર સુનિલ શેટ્ટીએ પણ ટામેટાની વધતી કિંમતોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ટામેટાના વધતા ભાવની કિંમત તેમની રસોઈ પર પણ પડી રહી છે. જેના કારણે તેમણે ટામેટા ઓછા ખાવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે હવે સુનિલ શેટ્ટીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયુ છે. કેટલાક લોકો સુનિલ શેટ્ટી પર ખેડૂત વિરોધી અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. હવે સુનિલ શેટ્ટીએ આ મામલે માફી માંગી છે.

સુનિલ શેટ્ટીએ ખેડૂતોને અજાણતા તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે માફી માંગી છે. એક્ટરે કહ્યું કે, મારા શબ્દોને ખોટી રીતે સમજવામાં આવ્યા છે. તેઓ હંમેશા ખેડૂતોનું સમર્થન કરતા રહ્યા છે અને તેમના વિશે નેગેટિવ વિચાર રાખવામાં માટે વિચારી પણ નથી શકતા.

સુનિલ શેટ્ટીએ કહ્યું કે, તેમણે હંમેશા ખેડૂતોનું સમર્થન કર્યું છે અને તેઓ ઈચ્છે છે કે, દેશી પ્રોડક્ટસને પ્રોત્સાહન મળે જેનાથી ખેડૂતોને ભરપૂર ફાયદો મળે. એક્ટરે ઉલ્લેખ કર્યો કે, હોટલનો બિઝનેસ હોવાના કારણે ખેડૂતો હંમેશાથી મારી લાઈફનો ભાગ રહ્યા છે અને તેમની સાથે ડાયરેક્ટ કનેક્શન રહ્યું છે.

એક્ટરે આગળ કહ્યું કે, જો મારી વાતથી જે મેં ખોટી રીતે કહી પણ નથી તેમ છતાં તેનાથી કઈકની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માંગુ છુ. હું સપનામાં પણ ખેડૂતો વિરુદ્ધ બોલવા વિશે વિચારતો નથી. પ્લીઝ મારા નિવેદનનો ખોટો અર્થ ન કાઢો.

તાજેતરમાં જ સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, તેમની પત્ની 2-3 દિવસની જ શાકભાજી ખરીદે છે જેથી ફ્રેશ શાકભાજી ખાઈ શકાય. પરંતુ ટામેટાની આસમાને પહોંચેલી કિંમતોની અસર હવે અમારી રસોઈ પર પણ પડવા લાગી છે. એટલા માટે આજકાલ ટામેટા ઓછા ખાઈ રહ્યા છે.