મુંબઇ, સોનમ કપૂર આહુજાએ જણાવ્યું કે તેણે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે રેડ કાર્પેટ લુક્સ જેવું કાંઈ નહોતું. તેણે ૨૦૦૭માં ’સાંવરિયા’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. રેડ કાર્પેટ વિશે સોનમે કહ્યું કે ’મને ફૅશન ખૂબ ગમે છે. મારી મમ્મી ફૅશન-ડિઝાઇનર હતી. એથી મારો ઉછેર ફૅશનની વચ્ચે થયો છે. હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી તો મારા યાનમાં આવ્યું કે રેડ કાર્પેટ લુક્સ જાણીતો નથી.
ખરું કહું તો એનું કોઈ અસ્તિત્વ જ નહોતું. મને સુંદર વસ્તુઓ પહેરીને રેડ કાર્પેટ પર જવું ગમતું હતું. હું અન્યથી અલગ દેખાઉં છું એના એહસાસ વગર મેં રેડ કાર્પેટ પર જવાનું શરૂ કર્યું. મને ફૅશન અને સુંદર વસ્તુઓ કૅરી કરવી ગમતી હતી. સુંદરતા અને સારી વસ્તુની પ્રશંસા કરવી ખૂબ જરૂરી છે.’