હું જીવું છું ત્યાં સુધીમાં મારો પુત્ર અજીત પવાર મુખ્યમંત્રી બને,માતા આશા પવારે ઇચ્છા વ્યકત કરી

મુંબઈ, અજિત પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાની ચર્ચા ફરી એકવાર ચર્ચામાં છે. ખરેખરમાં તેમના ૮૬ વર્ષના માતા આશા પવારે મીડિયા સામે આ ઈચ્છા વ્યક્ત કરી છે. આશા પવાર મહારાષ્ટ્રમાં રવિવાર (૫ નવેમ્બર)ના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચ્યા હતા.આશાએ કહ્યું કે હવે મારો છેલ્લો સમય છે, તેથી લાગે છે કે હું જીવતી હોઉં ત્યાં સુધી મારો પુત્ર મુખ્યમંત્રી બની જાય. પરંતુ લોકો વિશે કંઈ કહી શક્તા નથી. બારામતીમાં દરેક જણ આપણા છેપ ત્યાંના દરેક લોકો અજીતને પ્રેમ કરે છે.જુલાઈ ૨૦૨૩માં, અજિત ૪૦ એનસીપી ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં જોડાયા. તેમને ગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા છે. શરદથી જુદા થયા બાદ અજિતે દાવો કર્યો હતો કે એનસીપીમાં તેમની બહુમતી છે. તેથી પાર્ટીના નામ અને ચિન્હ પર તેમનો અધિકાર છે. અજિતે ૩૦ જૂને ચૂંટણી પંચમાં અરજી દાખલ કરીને એનસીપી પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હનો દાવો કર્યો હતો.

બીજી તરફ, શરદ પવારે પાર્ટી છોડનારા ૯ મંત્રીઓ સહિત ૩૧ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે.અજિત પવારની માતાએ દુનિયા સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હોવા છતાં એનસીપીના અજિત જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ગયા મહિને સુનાવણી દરમિયાન, કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટની બેંચ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સુનીલ પ્રભુ અને એનસીપી (શરદ પવાર જૂથ)ના જયંત પાટીલની અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આમાં, શિંદે-અજિત પવાર જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે સ્પીકર પાસે વહેલી તકે નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે.મહારાષ્ટ્રમાં ૨૦૬૮ ગ્રામ પંચાયતોમાં ગ્રામ પંચાયત સભ્યોના ૨ હજાર ૯૫૦ પદ અને ૧૩૦ સીધા ચૂંટાયેલા સરપંચ પદ માટે રવિવારે મતદાન થયું હતું. પવાર પરિવારનો ગઢ કહેવાતી બારામતીની કાટેવાડી ગ્રામ પંચાયત પણ આ ચૂંટણીમાં સામેલ છે. ખરેખરમાં મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ખૂબ મહત્વ છે. ચૂંટણીમાં પક્ષો અને સ્થાનિક નેતાઓ વચ્ચે જીત કે હાર પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન ગણાય છે. સ્થાનિક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અજીત પોતાની પત્નીને બારામતીથી લોક્સભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવી શકે છે.

મહારાષ્ટ્રમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે વિધાનસભા સત્ર અને રજાઓ વચ્ચે સ્પીકર રાહુલ નાર્વેકરને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી ૨૦૨૪ના પહેલા સપ્તાહમાં થશે. ઝ્રત્નૈંએ કહ્યું- અમે ઈચ્છીએ છીએ કે તેઓ ૩૧ ડિસેમ્બર સુધીમાં શિવસેના અને એનસીપી પર ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં નિર્ણય લઈ લે.