હું ગુલામ નબી આઝાદની માફી માંગુ છું : રાહુલ ગાંધી

નવીદિલ્હી,

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામા હુમલા અને સર્જીકલ સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહના નિવેદનથી દૂરી લીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું, દિગ્વિજય સિંહે જે કહ્યું તેનાથી તેઓ સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે મને સેનામાં પૂરો વિશ્ર્વાસ છે. દેશની સેના ગમે તે ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી. એટલું જ નહીં રાહુલે આ દરમિયાન ગુલામ નબી આઝાદની માફી પણ માંગી હતી. રાહુલે કહ્યું, જો મેં ક્યારેય ગુલામ નબી આઝાદ અને ચૌધરી લાલ સિંહને દુ:ખ પહોંચાડ્યું હોય તો હું તેમની માફી માંગુ છું.

વાસ્તવમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પુલવામામાં અમારા ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા છે. સીઆરપીએફના અધિકારીઓએ પીએમ મોદીને તમામ જવાનોને એરલિટ કરવા વિનંતી કરી હતી, પરંતુ પીએમ મોદી માન્યા ન હતા. આવી ભૂલ કેવી રીતે થઈ? તેમણે કહ્યું કે, આજ સુધી પુલવામા પર સંસદ સમક્ષ કોઈ રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, પરંતુ પુરાવા દર્શાવ્યા ન હતા. તેઓ (ભાજપ) માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીરમાં છે. રાહુલ ગાંધીએ જમ્મુમાં પત્રકાર પરિષદમાં વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીને દિગ્વિજય સિંહના નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આ દિગ્વિજય સિંહનું અંગત નિવેદન છે. હું તેમના નિવેદન સાથે સહમત નથી. મને દેશની સેનામાં પૂરો વિશ્ર્વાસ છે.રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદી અપાવી છે. દેશની તમામ સંસ્થાઓનું નિર્માણ થયું છે. કોંગ્રેસની વિચારધારા પર દેશનું નિર્માણ થયું છે. જ્યારે આપણે અંગ્રેજો સાથે લડી રહ્યા હતા ત્યારે ભાજપ અને આરએસએસના લોકો અંગ્રેજો સાથે ઉભા હતા.

આ દરમિયાન રાહુલ ગાંધીએ રાજનાથ સિંહ પર પણ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું, હું જોઈ શકું છું કે રાજનાથ સિંહની પાર્ટી દેશને કેવી રીતે નુક્સાન પહોંચાડી રહી છે. મને લાગે છે કે પાર્ટીના ટોચના લોકો કહે છે કે પાર્ટીમાં રાજનાથ સિંહનું શું કહેવું છે.

સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સંપૂર્ણપણે ઘેરાઈ ગયા છે. આ પહેલા કોંગ્રેસે પણ તેમના નિવેદનથી દૂરી લીધી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું- દિગ્વિજય સિંહની ટિપ્પણી તેમના ‘વ્યક્તિગત મંતવ્યો’ છે અને પાર્ટી દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું નથી. યુપીએ સરકાર દ્વારા ૨૦૧૪ પહેલા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. લશ્કરી કાર્યવાહી જે રાષ્ટ્રીય હિતમાં છે, કોંગ્રેસે તમામને સમર્થન આપ્યું છે અને કરતું રહેશે.