હું એકલો રહી શકો એવો વ્યક્તિ નથી. હું રીના અને કિરણની ખૂબ નજીક છું,આમિર

સુપરસ્ટાર આમિર ખાન એની પર્સનલ લાઇફને લઇને સતત ચર્ચામાં રહેતો હોય છે. આમિર ખાન હંમેશા એની પર્સનલ લાઇફને લઇને ખુલીને વાત કરતો હોય છે. જો કે લેટેસ્ટમાં આમિર ખાને જણાવ્યું કે, હવે એ એમનાં બાળકોની વધારે નજીક આવી ગયો છે. તલાક પછી પણ એની બન્ને પત્નીઓ આજે પણ પરિવારનો હિસ્સો બની રહી છે. રીના દત્તા અને કિરણ રાવની સાથે આમિર ખાનને બહુ સારો સંબંધ છે. આ સાથે આમિર ખાને એનાં ત્રીજા લગ્નને લઇને વાત કરી છે.

રિયા ચક્રવર્તીનાં પોડકાસ્ટ ચેપ્ટર ૨માં આમિર ખાનને લગ્ન અંગે એનો અંગત અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. આ જવાબમાં આમિરે જણાવ્યું કે, ‘મારાં બે વખત લગ્ન નિષ્ફળ રહ્યાં છે. મને તમે આ વિશે કંઇ પૂછશો નહીં. હું એકલો રહેવાનું પસંદ કરતો નથી. મને એક પાર્ટનર જોઇએ. હું એકલો રહી શકો એવો વ્યક્તિ નથી. હું રીના અને કિરણની ખૂબ નજીક છું. અમે લોકો એક પરિવાર જેવાં છે. જિંદગીનો કોઇ ભરોસો હોતો નથી. મને પોતાની જિંદગી પણ ભરોસો નથી, તો હું કેવી રીતે બીજાની જિંદગીનો ભરોસો કેવી રીતે કરું? લગ્ન જીવન ત્યારે જ સારું ચાલે જ્યારે એ બન્ને લોકો એક હોય.’

આમિર ખાનને રિયા ચક્રવ્રતીએ પૂછ્યુ કે શું તમે ત્રીજા લગ્ન કરવાની વાતને લઇને ક્યારેય વિચાર્યું છે? આ પ્રશ્ર્નનો જવાબ આપતાં એક્ટરે કહ્યું કે, ‘હું ૫૯ વર્ષનો છું, હવે થોડી લગ્ન કરીશું. મને આ થોડું અઘરું લાગી રહ્યું છે. મારા જિંદગીમાં બહુ બધા સંબંધીઓ છે. હું મારી ફેમિલીની સાથે બીજીવાર કનેક્ટ થયો છું, મારા બાળકો છે, ભાઇ-બહેન છે. જે લોકો મારી નજીક છે એમની સાથે હું રહીને ખુશ છું. હું કોશિશ કરી રહ્યો છું કે હું એક સારો વ્યક્તિ બનું.’

આમ, વાત કરવામાં આવે તો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કોનાં ક્યારે લગ્ન થાય અને ક્યારે ડીવોર્સ થાય એ કોઇ નક્કી હોતું નથી. લેટેસ્ટમાં હાદક પંડ્યા અને નતાશાએ તલાક લીધાં. આ સાથે હાલમાં અભિષેક અને ઐશ્ર્વર્યાનાં તલાકની અફવાઓએ જોર પક્ડયું છે. જો કે આ વાત પર કપલનું કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી.