પૂર્વ ટેનિસ ખેલાડી સાનિય મિર્ઝાએ હાલમાં નેટલિક્સના કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્માના શોમાં પહોંચી હતી. જ્યાં તેમણે પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે ડિવોર્સ થયા બાદ પહેલી વખત સાનિયાએ આ વિશે વાત કરી હતી.
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના તલાકની અફવાઓ તો લાંબા સમયથી ઉડી રહી છે. આ વર્ષ ૨૦ જાન્યુઆરીના રોજ શોએબે પોતાના ત્રીજા લગ્નના ફોટો શેર કર્યા હતા. તેને જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. તેમણે મશહુર પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની પત્ની બનાવી છે. આ સાથે સાનિયા અને શોએબના સંબંધમાં તિરાડ પડી હોવાની પુષ્ટિ થઈ ચુકી હતી.
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં આ વખતે ચાહકોને સ્પોર્ટસ સ્પેશિયલ એપિસોડ જોવા મળશે. આ વખતે કપિલ શર્માના શોમાં સાનિયા મિર્ઝા, મેરી કોમ, સાઈના નહેવાલ જેવા સ્ટાર કોમેડીમાં તડકા લગાવતા જોવા મળ્યા હાત. જેમણે અનેક વખત દેશનું નામ રોશન કર્યું છે. નેટલિક્સે હાલમાં આ એપિસોડનો એક પ્રોમો જાહેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ પ્રોમોમાં હોસ્ટ કપિલ શર્મા જ્યારે સાનિયા મિર્ઝાને કહે છે કે, તે એક મોટા સુપરસ્ટારની બાયોપિકમાં રોલ નિભાવવા માંગે છે. તો ટેનિસ સ્ટાર કહે છે પહેલા મને કોઈ લવ ઈન્ટરેસ્ટ શોધવો પડશે. આ સાંભળીને ત્યાં હાજર સ્ટાર અને ચાહકો હસતા જોવા મળ્યા છે.
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે ૨૦૧૦માં તમામ લોકોના મરજી વિરુદ્ધ જઈ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. ૨૦૧૮માં પૂર્વ ટેનિસ ખેલાડીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. તેનું નામ ઈઝહાન મલિક રાખ્યું છે. લગ્નના અંદાજે ૧૪ વર્ષ થઈ ચુક્યા બાદ સાનિયા અને શોએબના તલાક થયા છે. બંન્ને ક્યાં કારણોસર આ સંબંધો તુટ્યા છે તેને લઈ ખુલાસો કર્યો નથી.