હું મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ્રિન્સિપાલ તરીકે નહીં પરંતુ લોકોના નમ્ર પરંતુ સનિષ્ઠ અવાજ તરીકે કામ કરી રહ્યો છુ: એલજી

નવીદિલ્હી,

દિલ્હી સરકાર અને ન્ય્ના વચ્ચેની તકરાર અટકવાનું નામ લેતી નથી. દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ ઝ્રસ્ અરવિંદ કેજરીવાલને તેમની હાલની ટિપ્પણી પર એલજી કોણ છે?’ ના સંદર્ભે પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ કેજરીવાલે કથિત રીતે શિક્ષકોને ફિનલેન્ડમાં ટ્રેનિંગ માટે રોકવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરતા વિધાનસભામાં એલજી પર આકરી ટિપ્પણીઓ કરી હતી.

દિલ્હીના એલજીએ કેજરીવાલને પત્ર લખીને તેમની પર, ’ભ્રામક, અપમાનજનક ટિપ્પણી’ કરવાનો અને ’નિમ્ન કક્ષાના નિવેદનબાજી’ તરફ વળવાનો આરોપ મૂક્યો છે. એલજીએ કહ્યું હતું કે હું CM અરવિંદ કેજરીવાલના પ્રિન્સિપાલ તરીકે નહીં પરંતુ લોકોના નમ્ર પરંતુ સનિષ્ઠ અવાજ તરીકે કામ કરી રહ્યો છું.

એલજીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ’પ્રિય કેજરીવાલજી, મીડિયા અહેવાલો દ્વારા મારા ધ્યાનમાં આવ્યું છે કે તમે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્ય વિધાનસભાની અંદર અને બહાર ઘણા નિવેદનો આપ્યા છે જે વિવિધ અને મૂળભૂત રીતે ભ્રામક પ્રકૃતિના અને અપમાનજનક છે. જેમ કે ’એલજી કોણ છે’ અને ’તે ક્યાંથી આવ્યો’ વગેરેના જવાબ આપી શકાય છે, જો તમે ભારતના બંધારણનો પણ સંદર્ભ લો તો અન્ય લોકો જવાબ આપવા માટે યોગ્ય નથી કારણ કે સ્થાપના દિવસથી ખૂબ જ નિમ્ન સ્તરની નિવેદનબાજી કરવામાં આવી રહી છે.

એલજીએ જણાવ્યું હતું કે તા. ૧૬/૦૧/૨૦૨૩ અને સોમવારના રોજ તમે વિધાનસભા છોડીને રાજ નિવાસની બહાર અન્ય લોકો સાથે વિરોધ કરી રહ્યા હતા અને મને મળવાની માંગણી કરી રહ્યા હતા. ત્યારબાદ મે તમને અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું હતું. હું ઈચ્છતો હતો કે મુખ્યમંત્રી મને મળવા આવે અને હું તમારી સાથે લંચ કરું. જો કે તમે તમારા તમામ ધારાસભ્યો સાથે મને મળવાનું બહાનું બનાવીને મળવા ન આવ્યા. તમે સમત થશો કે ટૂંકી સૂચના અને અચાનક કરવામાં આવેલી માંગણીને ધ્યાનમાં રાખીને એક જ સમયે ૭૦-૮૦ લોકોની સાથે બેઠક કરવી શક્ય નથી અને તેનાથી કોઈ નક્કર હેતુ પૂરો થતો નથી. કમનસીમે તમે ’એલજીએ મને મળવાની ના પાડી’ એવી અનુકૂળ રાજકીય મુદ્રા બનાવવા માટે આગળ વયા. મને એ વાતનું આશ્ચર્ય હતું કે દિલ્હી વિકાસના અનેક ગંભીર મુદ્દાઓથી ઝઝૂમી રહ્યું છે. મને મળીને મામલાને તેના તાકક નિષ્કર્ષ પર લઈ જવાને બદલે તમે માત્ર દેખોડો કરવા માટે વિરોધનો આશરો લીધો.