મુંબઇ,બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીએ હાલમાં પોતાના આંતરધર્મી લગ્ન વિશે વાત કરી હતી. એક્ટરએ કહ્યું હતું કે, તે ક્યારેય પોતાના ઘરે ધર્મની ચર્ચા કરતો નથી. જ્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેને તેના પરિવારના કોઈ વિરોધનો સામનો કરવો પડ્યો ન હતો. મનોજના મતે તે એક ગૌરવપૂર્ણ હિંદુ છે જ્યારે તેની પત્ની શબાના પણ ગૌરવપૂર્ણ મુસ્લિમ છે. તેમના સંબંધોમાં ધર્મ ક્યારેય આવ્યો નથી. મનોજ કહે છે કે તે અને શબાના એકબીજાની ધાર્મિક ભાવનાઓનું ઘણું સન્માન કરે છે.
બરખા દત્તને આપેલા ઈન્ટરવ્યુમાં મનોજે કહ્યું હતું કે, ’અમારી વચ્ચેના સંબંધો મૂલ્યોના કારણે ચાલી રહ્યા છે. જો આપણે એકબીજાના મૂલ્યોનું સન્માન નહીં કરીએ તો આપણું લગ્નજીવન નહીં ચાલે. હું સામંતવાદી બ્રાહ્મણ પરિવારમાંથી આવ્યો છું.શબાના પણ એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે મારા પરિવારમાંથી કોઈએ મારા લગ્ન સામે વાંધો ઉઠાવ્યો નથી. તે લોકો ક્યારેય મારી પત્નીના ધર્મ વિશે વાત કરતા નથી.
મનોજે વધુમાં કહ્યું હતું કે, ’શબાના બહુ ધાર્મિક નથી. હા, તે ચોક્કસપણે આધ્યાત્મિક છે. અમે બંને પોત-પોતાના ધર્મનું સન્માન કરીએ છીએ. જોકે આના કારણે અમારી વચ્ચે ક્યારેય કોઈ વિવાદ થયો નથી. મનોજે કહ્યું કે હું એ સહન કરી શક્તો નથી કે કોઈ કોઈના ધર્મ વિશે ટિપ્પણી કરે.’ મારી પત્નીના ધર્મ વિશે કોઈ મારી સામે કંઈ પણ કહે તો પણ… હું આ વાત પણ સહન કરી શક્તો નથી. ત્યારે કોઈને પણ મને રોકવો મુશ્કેલ થઈ જશે. જો મિત્રો વચ્ચે પણ આવી વાતો થાય તો હું તે સહન નહીં કરું. હું આ બાબતે ખૂબ જ નારાજ છું.
પોતાની પુત્રી સાથે જોડાયેલી એક ઘટનાને યાદ કરતા મનોજે કહ્યું હતું કે, ’મારી પુત્રી ત્રીજા કે ચોથા ધોરણમાં હતી. તેણે એક દિવસ તેની માતાને પૂછ્યું કે, તે કયા ધર્મમાંથી આવી છે કારણ કે શાળામાં તેની ચર્ચા થઈ રહી હતી. પછી મનોજે દીકરીને પૂછ્યું કે, તારે કયો ધર્મ પાળવો છે?’ જેના જવાબમાં તેમની પુત્રીએ બૌદ્ધ ધર્મનું નામ લીધું હતું. તે સમયે તે બૌદ્ધ સાધુઓથી ખૂબ પ્રભાવિત હતી. મનોજે કહ્યું, ’એટલી ઉંમરે બાળકને તે ક્યા ધર્મનો છે તે કહેવું યોગ્ય નથી. તેઓએ પોતે જ વિચારવું જોઈએ કે તેઓ કયા ધર્મને અનુસરવા માગે છે.’
જ્યારે શ્યામ બેનેગલે મને ’ઝુબેદા’ માટે કાસ્ટ કર્યો ત્યારે હું એક સેકન્ડ માટે પણ માની શક્યો નહીં. હું વિચારવા લાગ્યો કે શું હું ખરેખર રાજકુમાર જેવો દેખાતો હતો (તેનું પાત્ર ફિલ્મમાં રાજકુમારનું હતું.