નવીદિલ્હી, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપે તેમને આ ચૂંટણીમાં ટિકિટ આપી નથી, પરંતુ તેઓ પાર્ટીના આ પગલાથી બિલકુલ નાખુશ નથી. આ સિવાય તેમને પાર્ટીમાંથી રાજીનામા સાથે જોડાયેલા સમાચારોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, “હું ભાજપ નથી છોડી રહ્યો. એવું કંઈ થવાની કોઈ શક્યતા નથી.”
તેલીએ જણાવ્યું હતું કે, “હું ભાજપનો ર્ક્તવ્યનિષ્ઠ અને સમપત કાર્યકર છું. જો પાર્ટી મારા સ્થાને ડિબ્રુગઢથી બીજા કોઈને મેદાનમાં ઉતારે છે, તો તેમાં કંઈ ખોટું નથી.”
તમને જણાવી દઈએ કે રામેશ્વર તેલી ૨૦૧૪ થી સતત ડિબ્રુગઢનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૧માં તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ વખતે સર્બાનંદ સોનોવાલ આગામી લોક્સભા ચૂંટણી ડિબ્રુગઢથી લડશે. આ પહેલા ૨૦૦૪ની લોક્સભા ચૂંટણીમાં તેઓ આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, ત્યારબાદ તેઓ સાંસદ બન્યા હતા. જોકે, ૨૦૦૯ની લોક્સભા ચૂંટણીમાં સોનેવાલને કોંગ્રેસ તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો. ૨ વર્ષ પછી તેઓ ભાજપમાં જોડાયા.
દરમિયાન, તેલીએ કહ્યું કે તેઓ આ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સાથે વાત કરી ચૂક્યા છે. તેમને વધુમાં કહ્યું કે, “મેં આ અંગે મુખ્યમંત્રી સાથે વાત કરી ચુકી છે. તેમને મને કહ્યું કે મને સંગઠનમાં મોટી ભૂમિકા આપવામાં આવી શકે છે.”