હું ૧૩ વર્ષની હતી ત્યારે મારી સાથે ખરાબ થયુ !મારા બ્રેસ્ટ દબાવ્યા : સોનમ

મુંબઇ, બોલીવુડ અભિનેત્રી અને અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે તાજેતરમાં પોતાની સાથે પણ આવી ઘટના બની હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે કિશોરાવસ્થામાં જ્યારે તે ૧૩ વર્ષની હતી ત્યારે યૌન શૌષણનો ભોગ બની હતી.

એક્ટ્રેસ સોનમ કપૂરે કહ્યું કે આ ઘટના મુંબઈના ગેલેક્સી થિયેટરમાં બની હતી જ્યાં હું મારા મિત્રો સાથે ફિલ્મ જોવા ગઈ હતી. બધા નાસ્તો લેવા બહાર ગયાં ત્યારે એક અજાણ્યો માણસ અચાનક પાછળ આવીને મારા બ્રેસ્ટ દબાવ્યાં હતા તે વખતે હું નાની હતી અને મારી પાસે ફિગર પણ નહોતું પરંતુ તે વખતે હું ધ્રૂજવા લાગી હતી મને સમજાયું નહોતું કે મારી સાથે આ શું થયું અને હું રડવા લાગી હતી, ત્યારે મેં કોઈને કહ્યું નહોતું અને આખી ફિલ્મ જોઈ હતી. કારણ કે તે વખતે મને કઈ ખબર ન પડી પણ ખુબજ આઘાત લાગ્યો.

રાજીવ મસંદના શોમાં સોનમ કપૂરે તેની સાથે બનેલી આ ઘટના કહી હતી. તે બોલી કે નાનપણમાં સહુ કોઈ ક્યારેક ને ક્યારેક યૌન શૌષણનો ભોગ બનતાં જ હોય છે. હું પણ બાળપણમાં બની હતી. તે મારે માટે એક મોટો આઘાત હતો. બે-ત્રણ વર્ષ સુધી મેં કોઈને કહ્યું નહોતુ પણ મને આજ દિવસ સુધી ટોકિઝમાં બનેલી તે ઘટના યાદ છે.આમ,નાનપણમાં કેટલાક વિકૃત લોકો બાળકો સાથે આવો વ્યવહાર કરતા હોય છે તેઓથી બાળકોને દૂર રાખવા અથવા એકલા છોડવા જોઈએ નહીં.