હું ૧૦૮ ધારાસભ્યોનો નેતા: પીડબ્લ્યુડી મંત્રી ગોપાલ ભાર્ગવ

ભોપાલ, મધ્યપ્રદેશ ની હાલની સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી ગોપાલ ભાર્ગવે આ વખતની વિધાનસભા ચૂંટણીને પોતાની અંતિમ ચૂંટણી ગણાવી છે. સાથે જ તેમણે મધ્યપ્રદેશ ના સીએમ પદને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે.વાત વાતમાં તેમણે સીએમ પદને લઈને પોતાના સંદર્ભમાં ઈશારો પણ કર્યો હતો.

વાસ્તવમાં, મંત્રી ગોપાલ ભાર્ગવ સાગર જિલ્લાના રહલીમાં પ્રસિદ્ધ દેવી સિદ્ધ પીઠ ટિકીટોરિયા ધામમાં રોડ ટ્રાન્સપોર્ટ અને નેશનલ હાઇવે મંત્રાલય ભારત સરકાર દ્વારા ૧૪ કરોડ ૨૮ લાખ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય ફેનિકુલર ટેકનિકથી બનનાર રોપવેના ભૂમિપૂજન કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

અહીં મંચ પરથી પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, મારા ગુરુએ કહ્યું હતું કે ફરી એકવાર ચૂંટણીમાં લડો, આ છેલ્લી ચૂંટણી હશે. તો સાથે સાથે, મંત્રી ભાર્ગવે ઈશારામાં કહ્યું હતું કે આ વખતે એમપીમાં કોઈને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા નથી અને જો ગુરુની અનુમતિ હોય તો બની શકે કે તેમની કોઈ ઈચ્છા હોય અને ભગવાન તરફથી કોઈ વાત આવી હોય.

મંત્રી ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે, લોકો તો સરપંચ-કાઉન્સિલર બનવા માટે ચિંતિત હોય છે. ઈશ્ર્વરે મને બધા જ પાલિકા પ્રમુખ, ધારાસભ્ય, મંત્રી પદ આપ્યા. મુખ્યમંત્રીના સમકક્ષ વિપક્ષના નેતાનું પદ આપવામાં આવ્યું હતું. હું ૧૦૮ ધારાસભ્યોનો નેતા હતો. કમલનાથ ૧૧૩ ધારાસભ્યોના નેતા હતા. દરેક વસ્તુ માટે એક સમય હોય છે. કદાચ મારા ભાગ્યમાં રેખા ન હોય, પણ જ્યારે પણ સમય આવશે ત્યારે કદાચ જગદંબાના પ્રાંગણમાંથી તમારો અવાજ સાકાર થશે. હું જે પણ બનીશ, તમારા માટે બનીશ.

તો બીજી બાજુ, મંચ પર હાજર રહેલા અને ૨૦૦૩માં ગોપાલ ભાર્ગવ સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા અવધેશ હજારીએ કહ્યું કે જો ભાજપની સરકાર બનશે તો ગોપાલ ભાર્ગવ મુખ્યમંત્રી બનવા જોઈએ. મારી કોશિશ રહેશે કે ભાજપની સરકાર ન બને, કોંગ્રેસની સરકાર બને.

જણાવી દઈએ કે ગોપાલ ભાર્ગવ છેલ્લા ૪૦ વર્ષથી સાગર જિલ્લાની રહલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ સતત ૮ વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ હાલમાં પીડબ્લ્યુડી મંત્રી છે. તેઓ તેમના વિધાનસભા મતવિસ્તારમાં ખાસ્સા જાણીતા છે.