મુંબઈ,
હૃતિક રોશન અને સુઝેન ખાન અલગ થઈ ગયા છે, પરંતુ બંને હજુ પણ સારા મિત્રો છે. ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. તાજેતરમાં જ રિતિક વિશે એવા સમાચાર આવ્યા હતા કે, તેણે તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે રહેવા માટે મુંબઈમાં કરોડોની કિંમતનું લક્ઝરી એપાર્ટમેન્ટ લીધું છે, જોકે અભિનેતાએ ટ્વિટ કરીને આ સમાચારને નકારી કાઢ્યા છે. તે જ સમયે, સુઝેન અલી ગોનીના ભાઈ અર્સલાન ગોની સાથેના સંબંધોને લઈને પણ ખૂબ જ ભાવુક છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ ફિલોસોફિકલ પોસ્ટ શેર કરીને સુઝેને પોતાના દિલનો અવાજ સાંભળવાની વાત કરી છે. જણાવી દઈએ કે, સુઝેન ખાને કારની અંદર બેઠેલી તેની ખૂબ જ સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સુઝેને તેનું ક્લોઝઅપ શેર કર્યું છે, જેમાં તે ખૂબ જ શાંત દેખાઈ રહી છે, પરંતુ સુઝેનની આંખો અને હોઠ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. સુઝેને તેની તસવીર શેર કરીને સંત રૂમીના કોટ્સ શેર કર્યો છે. જેમ તમે જાણો છો, રૂમી હંમેશા તેમના કોટ્સ દ્વારા આ સંદેશ આપે છે કે, વ્યક્તિએ તેની ખોવાયેલી વસ્તુઓ માટે શોક ન કરવો જોઈએ, કારણ કે તમે જે ગુમાવ્યું છે તે કોઈને કોઈ સ્વરૂપમાં તમારી પાસે પાછું આવશે. સુઝેને લખ્યું કે, ’હું શોધક રહી છું, અને હજી પણ છું, પરંતુ હવે મેં પુસ્તકો અને તારાઓ માંગવાનું બંધ કરી દીધું છેપ મેં ફક્ત મારા આંતરિક અવાજને સાંભળવાનું શરૂ કર્યું છે. આ સાથે, આગળ હેશટેગ કર્યું ’૨૦૨૩ કમિંગ રાઈટઅપ, એન્જોય ધ સાયલન્સ, જીવન એક ઉપહાર છે, તેમને પણ મોજથી જીવો. હંમેશા પોતાના દિવની ધડકન અનુભવવાનો પ્રયત્ન કરું છું.’ સુઝેન ખાનની આ ફિલોસોફિકલ પોસ્ટનો અર્થ તો પોતે જ જાણે છે, પરંતુ ઘણા ચાહકો તેના પર ’આમીન’ કહીને પ્રાર્થના કરી રહ્યા છે. સુઝેનની સુંદરતાના વખાણ કરતી વખતે ઘણા ચાહકો તેને ’ક્વીન’ અને ’મોસ્ટ બ્યુટીફુલ વુમન’ કહી રહ્યા છે.